ગુજરાત : દેશના લગભગ અડધાથી વધુ રાજ્યો કાતિલ ઠંડીની આગોશમાં છે. ત્યારે ઉત્તર ભારત સહિત ગુજરાતમાં પણ સ્વાઈન ફ્લૂનો કહેર વધ્યો છે. વાયરસથી થનારી આ બીમારી અંગે જો લાપરવાહી બતાવાય તો તે ગંભીર રૂપ અપનાવી લે છે. પરંતુ સારી વાત એ પણ છે કે, જો તેનો યોગ્ય સમયે ઈલાજ થાય તો તેનાથી બચી શકાય છે. જેમ જેમ ઠંડીનો કહેર વધે છે, તેમ સ્વાઈન ફ્લૂના દર્દી વધી રહ્યા છે. ત્યારે તમારા માટે એ જાણી લેવું જરૂરી છે કે, કયા પ્રકારના લોકોમાં સ્વાઈન ફ્લૂનો વાયરસ સૌથી પહેલા પ્રવેશે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી રીતે ફેલાય છે 
સ્વાઈન ફ્લૂનું સંક્રમણ વ્યક્તિને સ્વાઈન ફ્લૂના દર્દીના સંપર્કમાં આવવાથી થાય છે. આ રોગથી પ્રભાવિત વ્યક્તિને સ્પર્શ કરવું, તેને હાથ લગાવવું, તેના છીંકવા, ખાંસવા કે પીડિત વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી સ્વાઈન ફ્લૂથી અન્ય વ્યક્તિ ગ્રસ્ત થાય છે. ખાંસવા, છીંકવા કે આમને-સામને નિકટથી વાતચીત કરતા સમયે રોગીથી સ્વાઈન ફ્લૂના વાયરસ બીજા વ્યક્તિના શ્વાસમાં પ્રવેશે છે. અનેક લોકોમાં આ સંક્રમણ બીમારીનું રૂપ નથી લેતી, અથવા અનેકવાર શરદી, ખાંસી અને ગળામાં ખારાશ સુધી સીમિત રહે છે.


આ લોકોને છે વધુ ખતરો


  • એવા લોકો જેમની ઈમ્યુન સિસ્ટમ નબળી છે, જેમ કે વૃદ્ધો, બાળકો, ડાયાબિટીસ કે એચઆઈવીથી ગ્રસ્ત લોકો

  • દમ અને બ્રોન્કાઈટીસના દર્દીઓ

  • નશો કરનાર વ્યક્તિ

  • કુપોષણ, એનીમિયા કે અન્ય ક્રોનિક બીમારીઓથી પ્રભાવિત લોકો

  • ગર્ભવતી મહિલાઓ તેની ઝપેટમાં જલ્દી આવે છે. આવી મહિલાઓમાં ચેપથી મૃત્યુ સુધી પણ પહોંચે છે. 


લક્ષણો


  • તાવ આવવો

  • ખાંસી આવવી

  • ગળામાં તકલીફ થવી

  • શરીરમાં દર્દ થવું

  • માથુ દર્દ અને કમકમાટી અનુભવાવી

  • નબળાઈ લાગવી

  • કેટલાક લોકોને ઉલટી પણ થાય છે