Health Tips: લગ્નની પહેલી રાત્રે દૂધ પીવું જરૂરી શા માટે ? જાણો આ રીત પાછળનું સાચું કારણ
Health Tips: લોકો એવું માને છે કે દૂધ પીવાથી પતિ-પત્ની વચ્ચે નિકટતા વધે છે અને લગ્નની રાત યાદગાર બને છે. કેટલાક લોકો માને છે કે દૂધ પીવાથી પુરુષને શક્તિ મળે છે જે શારીરિક સંબંધો દરમિયાન મદદરૂપ સાબિત થાય છે. આવા ઘણા તર્ક વિતર્ક હોય છે. પરંતુ આજે તમને તેનું સાચું કારણ જણાવીએ.
Health Tips: દરેક વ્યક્તિના જીવનમાં લગ્નની પહેલી રાતનું વિશેષ મહત્વ છે. લગ્નની પહેલી રાત બે વ્યક્તિના એક થવાની શરુઆત હોય છે. જો કે આ રાતને લઈને એક પ્રથા છે જેનું પાલન કદાચ સદીઓથી થઈ રહ્યું છે. આ પ્રથા છે લગ્નની પહેલી રાત્રે એક ગ્લાસ દૂધ પીવાની. ઘણા લોકો હળદરવાળું દૂધ પીવે છે તો કેટલાક ડ્રાયફ્રુટ અને કેસર વાળું. ભલે અલગ અલગ રીતે બને પરંતુ દૂધ પીવાનું હોય તે નક્કી. આ રીતને લઈ ઘણા લોકોના મનમાં પ્રશ્ન પણ હોય છે કે આ રીત પાછળ હકીકતમાં કારણ શું છે. શા માટે આ રાત્રે દૂધ પીવું જરૂરી હોય છે. આજે તમને આ પ્રશ્નનો જવાબ આપીએ.
આ પણ વાંચો: Winter Health Care: શિયાળામાં રોજ 15 મિનિટ લેવો તકડો, બીમારીઓ રહેશે તમારાથી દુર
મોટાભાગે લોકો એવું માને છે કે દૂધ પીવાથી પતિ-પત્ની વચ્ચે નિકટતા વધે છે અને લગ્નની રાત યાદગાર બને છે. કેટલાક લોકો માને છે કે દૂધ પીવાથી પુરુષને શક્તિ મળે છે જે શારીરિક સંબંધો દરમિયાન મદદરૂપ સાબિત થાય છે. આવા ઘણા તર્ક વિતર્ક હોય છે. પરંતુ આજે તમને તેનું સાચું કારણ જણાવીએ.
પૌષ્ટિક ગુણથી ભુરપુર દૂધ
આ પણ વાંચો: Health Tips: શિયાળામાં ગાજર ખાવાથી થાય છે જબરદસ્ત ફાયદા, ન જાણતા હોય તો જાણી લો
દૂધ પવિત્ર અને શુદ્ધ દ્રવ્ય છે. લગ્નની રાત માટે જે દૂધ તૈયાર થાય છે તેમાં ખાંડ, હળદર અથવા કેસર ઉમેરવામાં આવે છે. કેસર જાતીય ઈચ્છા વધારવા માટે ઉપયોગી માનવામાં આવે છે. દૂધમાં પ1મ ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે જે શરીરમાં પ્રોટીનનું સંતુલન જાળવવા અને મદદ કરે છે. કેસર માનસિક સ્વાસ્થ્યને સુધારે છે જે લગ્નના શરૂઆતના દિવસોમાં એક મહત્વપૂર્ણ પરિબળ સાબિત થાય છે.
સ્વાસ્થ્ય સારું રાખે છે દૂધ
આ પણ વાંચો: હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શરીરને નિરોગી રાખે છે તાંબાના વાસણમાં રાખેલું પાણી
આ સિવાય સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ઘણા લોકો લગ્નને લઈને સ્ટ્રેસમાં રહેતા હોય છે. તેના કારણે તેમના ભોજન, આરામ અને ઊંઘમાં ખલેલ રહેતી હોય છે. તેવામાં લગ્ન પછી રાત્રે દૂધ પીવાથી પાચન સારું રહે છે. દૂધમાં હાજર વિટામિન ડી શરીરમાં સેરોટોનિન નામનું હોર્મોન ઉત્પન્ન કરે છે જે મૂડને સુધારે છે. આ ઉપરાંત તેને પીવાથી થાક પણ દૂર થાય છે.
દૂધમાં રહેલા પ્રોટીનની મદદથી ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજન નામના બે સેક્સ હોર્મોન્સ પણ ઉત્પન્ન થાય છે. જો તેમાં હળદર, વરિયાળી અને કાળા મરી ઉમેરવા આવ્યા હોય તો તેનાથી દૂધની ગુણવત્તા વધે છે. જેના કારણે પહેલીવાર શારીરિક સંબંધ બાંધવા પર ચેપનો કોઈ ખતરો રહેતો નથી.
આ પણ વાંચો: કડવા કારેલાના પાન નખમાંથી પણ રોગને કરી દેશે દુર, ઠંડીની ઋતુમાં આ રીતે કરવું સેવન
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)