How do you prevent headaches in the winter : તમે આવુ અનુભવ્યુ હશે કે ઠંડીમાં માથાનો દુખાવો થાય છે. આવુ નબળી ઈમ્યુનિટી સિસ્ટમને કારણે થાય છે. બદલતા મોસમમાં આજકાલ વૃદ્ધો અને નાના બાળકો બીમાર પડે છે. આ લોકો હંમેશા માથાનો દુખાવો થવાની ફરિયાદ કરે છે. પરંતુ શુ તમે જાણો છો કે ઠંડીમાં જ માથાનો દુખાવો કેમ ઉપડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠંડીમાં કેમ દુખે છે માથું
ઠંડીના દિવસોમાં હંમેશા લોકોને શરદી-ખાંસીની ફરિયાદ રહે છે. કેટલાક લોકોને આખેઆખો મહિનો ખાંસી ઉધરસ રહે છે. આવુ એ લોકોની સાથે વધારે થાય છે, જે હમેશા ઘરની બહાર સમય વિતાવે છે. જો શરદી-ખાંસીની ફરિયાદ વધી જાય તો આવા લોકોને અન્ય સમસ્યાઓ પણ વધી જાય છે.


આ ગુજરાતણ અમેરિકામાં લડશે ચૂંટણી, સ્ટાર્ટ અપ કંપનીની માલિક હવે માંગશે વોટ


- શરદીમા સાયનસ પણ વધી જાય છે, સાયનસની સમસ્યા થવા પર નાક વહેવું, નાકમાં દર્દ, ખાંસી, શરદી વગેરે થવા લાગે છે. જો આ સ્થિતિને કન્ટ્રોલમાં રાખવામાં ન આવે તો માથાનો દુખાવો થવા લાગે છે. સાયનસની સ્થિતિ બગડે તો વાયરલ ઈન્ફેક્શન થઈ શકે છે. 
- ઠંડીના દિવસોમાં હંમેશા લોકો પાણી ઓછું પીએ છે. જ્યારે કે ગરમીની સીઝનમાં વધારે પાણી પીએ છે. ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી તો રોજ પીવું જોઈએ. પરંતુ ઠંડીમાં તરસ ઓછી લાગે છે. આવામાં શરીર ડિહાઈડ્રેટ થાય છે. ડિહાઈડ્રેટ થવા પર માથાનો દુખાવો ઉપડે છે. 
- વિટામિન ડીની ઉણપથી પણ માઈગ્રેન કે બીજા પ્રકારના માથાના દુખાવા થાય છે. 
- કફ થવા પર વ્યક્તિને છીંકો અને ખાંસી આવે છે. આવુ થવા પર વ્યક્તિને માથુ દુખવા લાગે છે. વ્યક્તિના નાકમાં કફ જમા થાય છે. તેથી નાક સાફ કરતા સમયે વ્યક્તિએ જોરથી નાક સિંકોડવુ જોઈએ. ક્યારેક આ કોર્સ એટલો વધારે લાગે છે કે, પ્રેશર સીધું માથા સીધું પહોંચે છે. આવી સ્થિતિમાં માથાનો દુખાવો વધી જવાની શક્યતા વધી જાય છે. 
- ઠંડીમાં આમ તો ઉંઘ સારી આવે છે. પરંતુ શરદી-ખાંસીને કારણે ક્યારેય લોકોને રાતે પૂરતી ઊંઘ આવતી નથી. આવામાં જો સારી ઊંઘ ન આવેતો વ્યક્તિનું માથું બીજા દિવસે દુખવા લાગે છે. 


અત્યંત જરૂરી સૂચના 
જો શરદીમાં માથાનો દુખાવો ઉપડે તો કોફી, ચા સતત પીવાનું રાખો. માથુ વધુ દુખે તો ડોક્ટરની સલાહ પર દવા લેવી જોઈએ. 


વિમાનમાં પાયલટ અને કો-પાયલટને અલગ અલગ સમયે અલગ અલગ ભોજન કેમ અપાય છે, આ છે કારણ