આ રીતે સોશિયલ મીડિયા પર વીડિયો અને ન્યૂઝ વાયરલ થતા રહે છે. પરંતુ, ડોકટરો આ સાથે બિલકુલ સહમત નથી.બેંગલુરુંના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. દીપક કૃષ્ણમૂર્તિનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ડૉક્ટર સ્પષ્ટપણે એવું કહેતા જોવા મળે છે કે આવી બાબતોથી દર્દીને કોઈ ફાયદો નથી થતો. તેમણે કહ્યું કે આવી બાબતો સંપૂર્ણપણે અવૈજ્ઞાનિક છે. જો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે કે આવા લક્ષણો દેખાય તો આવો પ્રયોગ કરવાને બદલે તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવો જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડૉકટરે જણાવ્યું કે આવી વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય સારવારની જરૂર હોય છે. તેને યોગ્ય દવાઓ અપાવો, જરૂર પડે તો તેની એન્જીયોપ્લાસ્ટી કરાવો. તેનાથી વ્યક્તિનો જીવ બચી શકે છે. ખરેખર, ડૉ. કૃષ્ણમૂર્તિએ અન્ય એક વાયરલ વીડિયોના જવાબમાં આ વીડિયો અપલોડ કર્યો છે.


OMG: લાફા ખાઈને મહિલાઓ વધારે છે પોતાનું સૌંદર્ય, 50 લાફા ખાવાથી વધે છે ગજબની સુંદરતા


અત્યંત ચિંતાજનક! માણસોને ઝોમ્બી જેવા બનાવી દે છે આ ડ્રગ, ચામડી સાવ સડી જાય છે


દુનિયામાં માત્ર 43 લોકોના શરીરમાં છે 'ગોલ્ડન બ્લડ', જાણો શું છે આ લોહીની ખાસિયત


વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ એવું કહેતો જોવા મળે છે કે જો કોઈ વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવે તો તેને ચોક્કસ સ્થિતિમાં જમીન પર બેસાડવો જોઈએ અને તરત જ તે વ્યક્તિને આદુનો ટુકડો આપી તેને ચાવવાનું કહે છે. આ શરીરમાં નાઈટ્રિક ઑકસાઈડનું ઉત્પાદન વધારશે અને નસો ખોલશે. આ પછી દર્દીને હોસ્પિટલમાં લઈ જઈ શકાય છે ઉલ્લેખનીય છેકે નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ હલ્દી સેરેમની દરમિયાન વરરાજાને હલ્દી લગાવતો જોવા મળે છે. અચાનક તે નીચે પડી જાય છે અને મૃત્યુ પામે છે. આ ઘટના બાદ સપાના પ્રવક્તા મનોજ સિંહે પણ આ વીડિયો ટ્વીટ કર્યો છે. સાથે જ તેમણે સવાલ ઉઠાવ્યો છે કે આટલા અચાનક મોતનો પૂર આવ્યો કે આ પહેલા ક્યારેય નહીં..! સરકારે આ ભયંકર જીવલેણ સમસ્યાના કારણો શોધવા જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube