Panjiri Health Benefits: દેશભરમાં જન્માષ્ટમી નો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે લોકો લડ્ડુ ગોપાલની પૂજા કરીને વ્રત રાખે છે. આ દિવસે વ્રત કરનાર ઉપર ભગવાન શ્રીકૃષ્ણની કૃપા વરસે છે અને તેના મનની ઈચ્છા પૂરી થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દિવસે દેશભરના મંદિરોમાં અને ઘરોમાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિની પૂજા કરી તેને સુંદર શણગાર કરીને વિશેષ વસ્તુઓનો ભોગ ધરાવવામાં આવે છે. ભગવાનના ભોગમાં સૌથી ખાસ પંજરી હોય છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રાત્રે 12:00 વાગે થયો હતો તેથી વ્રત કરનાર વ્યક્તિ પણ રાત્રે 12:00 વાગે પંજરીનો પ્રસાદ ગ્રહણ કરીને વ્રત ખોલે છે. આ દિવસે પંજરીના પ્રસાદનું વિશેષ મહત્વ હોય છે. આજે તમને જન્માષ્ટમી પર પંજરી શા માટે ખવાય છે તેના વિશે જણાવીએ.


આ પણ વાંચો:


સવારે ખાલી પેટ બસ 2 પાન લીમડાના ચાવીને ખાઈ લેવા, ડાયાબિટીસ રહેશે કંટ્રોલમાં


Fitness Tips: આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટ પીશો આ વસ્તુ તો શરીર રહેશે ફીટ


Mulethi Benefits: મુલેઠીથી એકવારમાં શરદી-ઉધરસનું કામ થશે તમામ, જાણો ઉપયોગ કરવાની રીત


આ કારણથી ભગવાનને ધરાય છે પંજરી


જન્માષ્ટમી નો તહેવાર વર્ષાઋતુ દરમિયાન આવે છે. આ સમય દરમિયાન બીમારીઓ ફેલાવાનું જોખમ સૌથી વધારે હોય છે. આ ઋતુ દરમિયાન વાત, પિત્ત અને કફ સંબંધિત સમસ્યા ઝડપથી વધે છે. આ ઋતુ એવી હોય છે જ્યારે લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. તેવામાં ધાણાનું સેવન કરવાથી આ બધી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. 


ધાણામાં એવા ગુણ હોય છે જે શરીરની વિવિધ સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ધાણા નું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તેથી આ દિવસે ભગવાનને પંજરી ધરાવવામાં આવે છે અને પછી બીજા દિવસે લોકો પંજરી ખાઈને પોતાના વ્રતના પારણા કરે છે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)