છોકરીઓ નાની નાની વાત પર રડવા કેમ લાગે છે? આખરે મળી ગયો આ સવાલનો જવાબ
Health Update : શું તમે જાણો છો યુવકોની સરખામણીમાં યુવતીઓ કેમ વધુ રડે છે, ખુશી હોય કે દુખ તેમના આંખમાં આસું કેમ આવી જાય છે. તેની પાછળ છે ચોંકાવનારું કારણ
Tears Story: માણસના શરીરનો સૌથી મહત્વનો ભાગ આંખ છે, જે શરીરનો સેન્સીટિવ પાર્ટ છે. કોઈ હલચલ થાય તો તરત આંખો પટપટાવા લાગે છે. ઊંઘમાં આંખો બંધ થઈ જાય છે, ખુશીમાં ઉછળવા લાગે છે અને ગમમાં રડે છે, ડુંગળી કાપવા પર રડવા લાગે છે. પરંતુ શુ તમે જાણો છો કે માણસની આંખો ભાવુક માહોલમાં રડી પડે છે. અલગ અલગ સ્થિતિમાં આંખમાંથી આસું આવવા લાગે છે. પરંતુ પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધુ આસું બહાવે છે. એક સરવેમાં આ પાછળનું કારણ સામે આવી ગયું છે.
આસું છે ફાયદાકારક
ટ્રિંબલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ન્યૂરોલોજીના પ્રોફેસર માઈકલ જોએ માનવોના આસું પર રિસર્ચ કર્યું છે. તેમણે જણાવ્યુ કે, ડાર્વિને કહ્યુ હતું કે, ભાવુક થઈને માત્ર માણસો જ આસું વહાવી શકે છે. આસુંને પ્રયોગશાળામાં તપાસી શકાતા નથી, રિયલ જિંદગીમાં રડવુ બહુ જ અલગ હોય છે. રડવાથી આંખમાં આવતા આસું ફાયદાકારક હોય છે. આસું તમારી આંખને શુષ્ક થવાથી બચાવે છે. આંખને સાફ રાખે છે અને કીંટાણુંથી દૂર રાખવામાં મદદ કરે છે. આંખમાંથી અશ્રુ નળીમાંથી નીકળતુ તરળ પદાર્થ, પાણી અને મીઠાના મિશ્રણથી બનેલું છે.
આ પણ વાંચો : ગોઝારો રવિવાર : ભાવનગરમાં આહીર પરિવારને નડ્યો અકસ્માત, પતિ-પત્ની-પુત્રનું મોત
મહિલાઓ કેમ વધુ રડે છે
પ્રોફેસર રૌટેનબર્ગ કહે છે કે, બાળકોના રડવા પર રિસર્ચ કરવામાં આવ્યું છે. પરંતુ 10 થી 11 વર્ષની ઉંમરમાં જ્યારે યુવતી અને યુવક પોતાના લિંગને ઓળખવા લાગે છે, ત્યારે યુવતીઓ યુવકોની સરખામણીમાં વધુ રડે છે. આવું આજીવન ચાલતુ રહે છે.
અમેરિકન સૌથી વધુ રડે છે
રિસર્ચર ક્લાઉડિયા હેમંડનુ કહેવુ છે કે, આસું આવવું અલગ અલગ સંસ્કૃતિમાં અલગ અલગ હોય છે. જો દેશના એન્ગલથી જોવામાં આવે તો અમેરિકનો રડવામાં સૌથી ટોચ પર છે. ઓછુ રડવામાં બલ્ગેરિયાના લોકોનો સમાવેશ થાય છે. તો આઈસલેન્ડ અને રોમાનિયાની મહિલાઓ સૌથી વધુ રડે છે. ભારતીય મહિલાઓ કરતા પણ વધુ.
આ પણ વાંચો : જો તમારું બાળક BTS નું ફેન છે તો ચેતી જજો, સુરતની ચાર દીકરીઓ ઘર છોડી નીકળી પડી
આસુંનો ખાસ મતલબ હોય છે
ઈઝરાયેલના વાઈટ્સ મેન ઈન્સ્ટીટ્યૂટના ન્યૂરોબાયોલોજીના પ્રોફેસર નોએમ સબાઓએ એક સરવે કર્યો. તેમણે ભાવુકતાથી પેદા થયેલી આસુંનુ સેમ્પલ લીધું અને કામોત્તેજના પર તેનુ રિસર્ચ કર્યું. તેમણે શોધમાં જાણ્યું કે, આસુંઓની કામોત્તેજના પર અસર પડે છે. ટેસ્ટોરોનનું સ્તર ઓછું થવાથી માણસની આક્રમકતા પણ ઓછી થાય છે. તેનો મતલબ એ છે કે, આસુંઓનો સીધો સંદેશ પહોંચે છે.