દિપક પદ્મશાલી, અમદાવાદ: શિયાળો આમ તો સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ કહેવાય છે. શિયાળાની સિઝનમાં ચાર મહિના જો તમે યોગ્ય રીતે કસરત કરો અને તેની સામે યોગ્ય રીતે આહાર લો તો તે વસ્તુ શરીર માટે ખુબ જ લાભદાયી બની શકે છે. એવું પણ કહેવાય છેકે, શિયાળો એટલે ખાણી-પીણીની સિઝન. કારણકે, આ સિઝનમાં તાજા શાકભાજી અને તાજા ફળો મળી રહે છે. જોકે, આ સિઝનમાં ખાસ કરીને બાળકોએ શું ખાવું અને શું ન ખાવું તેનું વાલીઓએ પણ ધ્યાન રાખવું જોઈએ. કારણકે, શિયાળાની સિઝનમાં બાળકોને શરદી-તાવ અને ઉધરસની તકલીફો થતી હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક માતા-પિતા પણ તેમના બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેતા હોય છે આવામાં ઠંડીમાં બાળકોને શું ખાવું જોઈએ? શું ન ખાવું જોઈએ? અને બીજી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે માટે બાળરોગ નિષ્ણાત ડોક્ટર એ.વાય.વિજાપુરાનું કહેવું છે કે, શિયાળાની સિઝનમાં પણ ખાણી-પાણીનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. આ ઉપરાંત તેમણે કેટલાંક ખાસ સુચનો પણ કર્યા છે જે નીચે મુજબ છે.



 





એટલું જ નહીં બાળકો હોય, યુવાનો હોય કે વૃદ્ધ હોય ઠંડીની દરેક ઉંમરના લોકોને તેની અસર થાય છે. ખાસ કરીને બાળકોને ઠંડીમાં ખાંસી,શરદી,તાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તેના કારણે બાળકોમાં વીકનેસ પણ આવી જતી હોય છે. જો કે તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે જો કેટલીક સાવચેતી રાખવામાં આવે તો બાળકોને ઠંડીમાં થતી સમસ્યાઓથી બચાવી શકાય છે અને બાળકો ઠંડીની મજા માણી શકે છે. જો નિષ્ણાતોએ જણાવીલે બાબતોને ધ્યાનમાં લઈને આટલી કાળજી રાખવામાં આવે તો શિયાળો તમારા માટે સ્વાસ્થ્ય વર્ધક બની શકે છે.