Flaxseed: શિયાળા દરમિયાન શરદી, ઉધરસ, તાવ, પાચનની સમસ્યાઓની સાથે સાંધાના દુખાવા પણ વધી જાય છે. જેમ જેમ ઠંડી પડે તેમ સાંધામાં દુખાવો પણ વધવા લાગે છે. શિયાળા દરમિયાન આ પ્રકારની તકલીફોથી બચવું હોય તો ડાયટમાં કેટલીક વિશેષ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. ઠંડીની ઋતુમાં જો તમે અળસીના બી ખાવાનું રાખો છો તો તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Honey : મધમાં કાળા મરીનો પાવડર મિક્સ કરી ખાશો તો આ 5 બીમારી મટી જશે દવા વિના


દેખાવમાં નાનકડા અળસીના બી પોષક તત્વોનો ખજાનો હોય છે. અળસીના બી ખાવાથી શિયાળામાં થતી બીમારીઓથી બચાવ પણ થાય છે અને શરીરને મજબૂતી પણ મળે છે. રોજ 1 ચમચી જેટલા અળસીના બી ખાઈ લેવાથી પણ સાંધાના દુખાવા સહિતની શરીરની ઘણી બધી સમસ્યાઓમાં ફાયદો થાય છે.


આ પણ વાંચો: Wasp: ભમરી કરડે તો ઝેરી અસરથી બચવા અજમાવો આ ઘરેલુ ઉપાય, સોજો તુરંત ઉતરશે


અળસીના બીથી થતા લાભ 


અળસીના બી ફાઇબર, પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, કોપર અને ઝીંક જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી અને ફાયદાકારક છે. અળસીના બી શિયાળા દરમિયાન શરીરને જરૂરી પોષણ આપે છે. 


આ પણ વાંચો: 5 બીમારીઓની એક દવા 1 ચમચી મધ, 2 ચપટી હળદર, શિયાળામાં ખાવાનું કરી દો શરુ


શિયાળામાં સાંધાના દુખાવાથી મળશે રાહત 


શિયાળા દરમિયાન સાંધામાં દુખાવો અને સોજો વધી જાય છે. પરંતુ જો તમે નિયમિત અળસીના બી ખાવાનું રાખશો તો આ સમસ્યાથી રાહત ઝડપથી મળશે. અળસીના બીમાં એવા ગુણ હોય છે જે સોજો ઉતારે છે અને જૂનામાં જૂના દુખાવાને દૂર કરવામાં પણ મદદ કરે છે. અળસીના બી ઉપરાંત અળસીનું તેલ પણ સાંધાના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. જો તમને શિયાળામાં સાંધામાં વધારે દુખાવો રહેતો હોય તો અળસીના બીનું સેવન કરવું અને સાથે જ અળસીના તેલથી માલિશ પણ કરવી. 


આ પણ વાંચો: Sesame: 21 દિવસ સુધી રોજ ખાવ 1 ચમચી તલ, પેટ, હાર્ટ અને સ્કિનની સમસ્યાઓ થવા લાગશે દુર


પાચનની સમસ્યા થશે દૂર 


શિયાળા દરમિયાન પાચન સંબંધિત સમસ્યા પણ ઘણા લોકોને રહેતી હોય છે. જેમકે ગેસ, કબજિયાત, પેટમાં બળતરા વગેરે. આ પ્રકારની સમસ્યાઓ રહેતી હોય તો પણ અળસીના બી ખાવાથી ફાયદો થશે. અળસીના બીમાં ઘુલનશીલ ફાયબર હોય છે જે પાચન ક્રિયાને દુરુસ્ત કરે છે અને કબજિયાત જેવી સમસ્યાને મટાડવામાં મદદ કરે છે. નિયમિત રીતે અળસીના બીનું સેવન કરવાથી આંતરડાની સફાઈ થાય છે અને પેટની સમસ્યાઓ ઓછી થઈ જાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)