અમદાવાદ: ઉનાળામાં ખાસ કરીને જ્યારે પરસેવો વધારે થાય છે ત્યારે મહિલા કે પુરુષો માટે સ્કીનનું ધ્યાન રાખવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. ખાસ કરીને પુરુષો, જેમને પોતાની સ્કીન કેર માટે શું કરવું તેને લઈને ઘણી સમસ્યાઓ હોય છે. ત્યારે આજે અમે તમને અમુક એવી ટિપ્સ જણાવીશું જેનાથી પુરુષો પોતાની સ્કીનની સારી સંભાળ રાખી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્કીનને સુંદર અને તંદુરસ્ત રાખવા માટે તમે રોજિંદા અમુક પ્રકારની ટિપ્સ અપનાવી શકો છો જેનાથી સ્કીન ચમકીલી અને સુંદર દેખાશે.

ચોંકાવનારો ખુલાસો: લગ્ન પહેલા મંગેતરે શારીરિક સંબંધ બાંધવા ન દેતા કરી ઘાતકી હત્યા

-સ્કીનને સુંદર રાખવા માટે ક્લીઝીંગ બહુ જરૂરી છે. જે ત્વચા પર રહેલી ગંદકી અને ધૂળને આસાનીથી સાફ કરે છે. ચહેરાને સાફ કરવા માટે ગુલાબજળનો પણ ઉપયોગ કરી શકાય છે.

-પોતાની સ્કીન ટાઈપ અનુસાર મોયશ્ચરાઈઝરનો ઉપયોગ કરો. બહાર જતાં પહેલા અને રાત્રે સુતા પહેલા મોયશ્ચરાઈઝર લગાવો.


-સારી ઊંઘની અસર પણ તમારા સ્વાસ્થ અને સ્કીન પર પડે છે. જો તમે ઊંઘ પૂરી નથી લેતા તો સમયની પહેલાં જ વૃદ્ધ જેવા દેખાવા લાગશો. એટલા માટે ઓછામાં ઓછા 8 કલાકની ઊંઘ લેવી જોઈએ.

બેસણામાં રડવા માટે આ અભિનેતાને ઓફર કરાતા હતા લાખો રૂપિયા, કિસ્સો જાણીને તમને પણ લાગશે નવાઈ!


-દરરોજ કાચા દૂધથી ચહેરાને સાફ કરો. શેવિંગ પછી ઓલિવ ઓઈલ અથવા તો આલમંડ ઓઈલથી 5 મિનિટ સુધી ચહેરા પર મસાજ કરો. આવું કરવાથી સ્કીન મુલાયમ બને છે.


-હેલ્દી સ્કીન માટે બોડીને હાઈડ્રેટ રાખવું ખૂબ જરૂરી છે. આ માટે એક દિવસમાં 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. જેનાથી બોડીના બધા ટોક્સિંસ દૂર થઈ જાય છે અને ફેસ પર એક અલગ જ ચમક આવી જાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube