Breast Cancer Symptoms: મહિલાઓ આ સામાન્ય લક્ષણને અવગણો નહીં, હોઈ શકે છે કેન્સરના સંકેત
Breast Cancer Symptoms: તાજેતરમાં બોલીવુડની જાણીતી એક્ટ્રેસ મહિમા ચૌધરી તેના બ્રેસ્ટ કેન્સરના સમાચારથી સૌ કોઈને ચોંકાવ્યા હતા. મહિમાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી આ વાતની જાણકારી આપી હતી. તો આવો જાણીએ શું છે બ્રેસ્ટ કેન્સર, સાથે તેના કારણ અને લક્ષણ...
Breast Cancer Symptoms: બોલીવુડ એક્ટ્રેસ મહિમા ચૌધરીએ સોશિયલ મીડિયા પર તેમની બ્રેસ્ટ કેન્સર સામેના સંઘર્ષની આખી સ્ટોરી શેર કરી હતી. જે બાદ તેમને લોકોનો ઘણો સપોર્ટ મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ અને ફેન્સ તેમને આ ખતરનાક બિમારીને માત આપવા માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, મહિમા ચૌધરી આ લિસ્ટમાં એકલી નથી, અન્ય પણ ઘણી બોલીવુડ સેલિબ્રિટીના નામ સામેલ છે જેમણે બ્રેસ્ટ કેન્સરને હરાવ્યું છે. આ લિસ્ટમાં છવિ મિત્તલ, હમસા નંદિની અને તાહિરા કશ્યપનું નામ પણ સામેલ છે. આ તમામ સેલિબ્રિટી સમય-સમય પર લોકોને બ્રેસ્ટ કેન્સરથી જાગૃત કરે છે, સાથે કેન્સર સામેની લડાઈની તેમની સ્ટોરી પણ લોકો સાથે શેર કરે છે.
જોકે, હવે બ્રેસ્ટ કેન્સરની સારવાર સંભવ છે, પરંતુ તેની સારવાર ત્યારે કરી શકાય છે જ્યારે તેની શરૂઆતી તબક્કામાં જાણકારી મળે. એવામાં અમે તમને બ્રેસ્ટ કેન્સરના કેટલાક એવા લક્ષણો વિશે જણાવી રહ્યા છે જે દેખાતા તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ જેથી આ બીમારીને વધતા પહેલા જ રોકી શકાય.
આ સંકેતોથી રહો સાવચેત
- બ્રેસ્ટ અને અંજરઆર્મ્સની આસપાસ ગાંઠ બનવી
- બ્રેસ્ટમાં અને તેની આસપાર સોજા
- બ્રેસ્ટની સાઈઝ અને શેપમાં ફેરફાર
- બ્રેસ્ટની આસપાસની સ્કિનમાં ફેરફાર
- નિપ્પલના આકારમાં ફેરફાર
- બ્રેસ્ટમાં કાળા અથવા ભૂરા રંગના ડાઘ
કેટલા પ્રકારના હોય છે બ્રેસ્ટ કેન્સર
બ્રેસ્ટ કેન્સરને બે કેટેગરીમાં વહેચવામાં આવ્યું છે. ઇન્વેસિવ અને નોન-ઇન્વેસિવ.
ઇન્વેસિવ- આ પ્રકારના બ્રેસ્ટ કેન્સરમાં કેન્સર ડક્ટ વોલ દ્વારા બ્રેસ્ટના બાકીના ભાગમાં ફેલાય છે. આ કેન્સર, બ્રેસ્ટના મિલ્ક ડક્ટ્સમાં ગ્રો થાય છે.
નોન-ઇન્વેસિવ- આ પ્રકારના કેન્સરમાં કેન્સર ઓરિજનલ ટિશૂની અંદર જ રહે છે અને શરીરના બાકીના ભાગમાં ફેલાતું નથી.
અલગ-અલગ પ્રકારના કેન્સર જેમ કે, બ્રેસ્ટ, સ્કિન અને ટેસ્ટિકુલર કેન્સર નોન ઇન્વેસિવ હોઈ શકે છે. સમાન્ય રીતે નોન ઇન્વેસિવ કેન્સરની ટ્રીટમેન્ટ ઇન્વેસિવ કેન્સરની સરખામણીમાં સરળ હોય છે.
કેમ થયો સરકારની અગ્નિપથ યોજનાનો વિરોધ? જાણો સારી અને વિવાદાસ્પદ બાબતો
બ્રેસ્ટ કેન્સર રિસ્ક ફેક્ટર
મહિલા હોવું- મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર થવાનો ખતરો પુરૂષોની સરખામણીમાં વધારે હોય છે.
વધતી ઉંમર- ઉંમર વધવાની સાથે જ બ્રેસ્ટ કેન્સર થવાનો ખતરો ઘણો વધી જાય છે.
પર્સનલ હિસ્ટ્રી- જો તમને પહેલા એક બ્રેસ્ટમાં કેન્સર થઈ ગયું છે તો બીજી વખત બીજા બ્રેસ્ટમાં કેન્સર થવાના ચાન્સ ઘણા વધી જાય છે.
બ્રેસ્ટ કેન્સરથી જોડાયેલી ફેમિલી હિસ્ટ્રી- જો તમારા ઘરમાં તમારી માતા, બહેન અથવા પુત્રીને બ્રેસ્ટ કેન્સર થયું છે, ખાસ કરીને નાની ઉંમરમાં, તો તમારે બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સ વધી જાય છે. પરંતુ બ્રેસ્ટ કેન્સરના એવા ઘણા કેસ સામે આવ્યા છે જેમાં દર્દીની બ્રેસ્ટ કેન્સરથી જોડાયેલી કોઈ ફેમિલી હિસ્ટ્રી નથી.
સ્થૂળતા- બ્રેસ્ટ કેન્સર થવાનું એક મુખ્ય કારણ સ્થૂળતા પણ છે. સ્થૂળતાના શિકાર લોકોમાં બ્રેસ્ટ કેન્સરનો ખતરો ઘણો વધી જાય છે.
નાની ઉંમરમાં પીરિયડ્સ શરૂ થવા- જે છોકરીઓના પીરિયડ્સ 12 વર્ષની નાની ઉંમરથી પહેલા જ શરૂ થઈ જાય છે તેમને આગળ જઈને બ્રેસ્ટ કેન્સર થવાનો ખતરો ઘણો વધી જાય છે.
બાળકો મોડું થવું- જે મહિલાઓ 30 વર્ષની ઉંમર બાદ બાળકને જન્મ આપે છે, તેમને પણ બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક ઘણું વધારે રહે છે.
ક્યારેય માતા બનવું નહીં- એવી મહિલાઓ જે ક્યારે પણ પ્રેગ્નેન્ટ થઈ શકતી નથી, તેમને પણ બ્રેસ્ટ કેન્સરનો ખતરો ઘણો વધારે હોય છે.
દારૂનું સેવન- જે મહિલાઓ દારૂનું વધારે પડતું સેવન કરે છે, તેમને પણ બ્રેસ્ટ કેન્સર થવાનું રિસ્ક ઘણું વધારે હોય છે.
કઈ વસ્તુનું કરો સેવન
માનવામાં આવે છે કે ફેટી ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દૂધ અને ચીઝનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી પણ બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક ઘણું વધારે રહે છે. એવામાં જો તમે મેડિટેરેનિયર ડાઈટ લો છો તો તેનાથી બ્રેસ્ટ કેન્સરના ખતરાને ઓછો કરી શકાય છે. આ ડાયટમાં આ વસ્તુ કરો સામેલ...
- એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ
- મિક્સ્ડ નટ્સ
- પ્લાન્ટ બેઝ ફૂડ્સ જેવા કે, ફળ અને શાકભાજી
- આખા અનાજ
- કઠોળ
આ વાતનું રાખો ખાસ ધ્યાન
- આમ તો દારૂ સ્વાસ્થ્ય માટે ઘણું નુકસાનકારક હોય છે, તેમ છતાં જો તમે દારૂનું સેવન કરવા ઇચ્છો છો તો એકવારમાં આખી બોટલ પીવાની ભૂલ ના કરો. દરરોજ થોડા થોડા પ્રમાણમાં તેનું સેવન કરી શકો છો.
- બોડી માસ ઇન્ડેક્સને મેન્ટેન રાખો અને સારા ડાયટ સાથે દરરોજ એક્સરસાઈઝ પણ કરો.
- જો તમે થોડા સમય પહેલા જ બાળકને જન્મ આપ્યો છે તો બાળકને બ્રેસ્ટફીડિંગ જરૂરથી કરાવો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube