PCOD: દર 10 માંથી 1 મહિલાને આ બીમારી, માતા બનવામાં થયા છે તકલીફ, બીમારીમાં શું ખાવું શું નહીં જાણો
વર્ષ 2019ના આંકડાની માનીએ તો ભારતમાં દર 10 માંથી 1 મહિલાઓને પીસીઓડી એટલે કે, પોલિસિસ્ટિક ઓવેરી ડિસીઝની (PCOD) બીમારી છે. આ શરીરના મોટાબોલિઝ્મ (Metabolism) અને હોર્મોન્સને અસંતુલન (Hormonal Imbalance) સાથે જોડાયેલી બીમારી છે
નવી દિલ્હી: વર્ષ 2019ના આંકડાની માનીએ તો ભારતમાં દર 10 માંથી 1 મહિલાઓને પીસીઓડી એટલે કે, પોલિસિસ્ટિક ઓવેરી ડિસીઝની (PCOD) બીમારી છે. આ શરીરના મોટાબોલિઝ્મ (Metabolism) અને હોર્મોન્સને અસંતુલન (Hormonal Imbalance) સાથે જોડાયેલી બીમારી છે. જેમાં મહિલાની ઓવેરી એટલે અંડાશયમાં ઘણી નાના-નાના સિસ્ટ એટલે ફોલ્લી (Cyst) બનાવા લાગે છે. તેનું કારણ છે હોર્મોનના ઉત્પાદનમાં ગડબડી આવે છે, પીરિયડ્સ અનિયમિત (Irregular Periods) બની જાય છે, ઇન્ફર્ટિલિટીનું જોખમ વધી જાય છે જેના કારણે માતા બનાવમાં મુશ્કેલી આવે છે. એટલું જ નહીં ડાયાબિટીઝ (Diabetes) અને શરીર પર અનિચ્છનીય વાળની વૃદ્ધિ જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે.
PCOD નો કોઈ ઈલાજ નથી
સૌથી મુશ્કેલ વાત એ છે કે, આ બિમારી માટે કોઈ નિશ્ચિત સારવાર નથી. એકવાર જો આ બીમારી થઈ જાય છે તો તેને સંપૂર્ણપણે દૂર કરી શકાતી નથી, પરંતુ લાઇફસ્ટાઇલ અને આહારમાં ફેરફાર (Diet Change) કરી તેને યોગ્ય રીતે મેનેજ જરૂર કરી શકાય છે. આહારને મેનેજ કરવું એટલા માટે જરૂરી છે કેમ કે, પીસીઓડીથી પીડિત મોટાભાગની મહિલાઓ ઓવરવેટ હોય છે. ડાયટને કંટ્રોલ કરી વેટ મેનેજ કરી શકાય છે અને ઇન્સ્યુલિનના (Insulin) ઉત્પાદનને પણ કંટ્રોલ કરી શકાય છે જેથી ડાયાબિટીઝની બીમારી ના થયા.
આ પણ વાત:- આ છે દુનિયાના 10 સૌથી હેલ્દી ફૂ઼ડ, ફિટ રહેવા માટે આજે કરો ડાયટમાં સામેલ
પીસીઓડીના દર્દીઓ માટે છે આ ડાયટ
1. તમારા ડાયટમાં વધુ ફળો અને શાકભાજી શામેલ કરો અને ડેરી ઉત્પાદનોનો ઓછો વપરાશ કરો કારણ કે ડેરી ઉત્પાદનો ઇન્સ્યુલિનનું સ્તર વધારવાનું કામ કરે છે.
2. ચરબી વગરનું મીટ અને ફિશ વગેરેનું સેવન કરો, રેડ મીટ ના ખાઓ કેમ કે, તેનાથી ઇન્ફર્ટિલિટીનું જોખમ વધે છે. સાથે જ વધારે સુગરવાળા ફૂડ્સ અને ડ્રિંક્સનું પણ સેવન ન કરો.
3. પીસીઓડીથી પીડિત ડાયાબિટીક ડાયટનું સેવન કરી શકે છે જેમાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે અને કાર્બોહાઇડ્રેટ્સ અને પોસેસ્ડ ફૂડનું પ્રમાણ ખુબજ ઓછું. સાથે જ આખા અનાજ, બ્રાઉન રાઈસ આ પ્રકારની વસ્તુઓ ખાવી જેનો ગ્લાઇસિમિક ઇન્ડેક્સ ઓછો હોય.
4. ખાંડ, ગોળ, મધ, મેંદો, સોજી, સફેદ ચોખા, પોહાનું સેવન ના કરો.
5. શરીરના હોર્મોન્સને કંટ્રોલમાં રાખવા માટે મેથીના દાણા, અળસીના બીજ અને તજ જેવી વસ્તુઓનું સેવન જરૂરથી કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube