Corona Update: કોરોનાનો ફરી રાખડો ફાટ્યો છે. ગુજરાતમાં સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ. અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ફરી એકવાર કોરોનાએ દહેશત ફેલાવી છે. દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. આ સ્થિતિમાં સરકાર દ્વારા પણ સતર્કતાના તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે. લોકોએ સ્વૈચ્છિક રીતે જ માસ્ક પહેરવાનું પણ શરૂ કરી દીધું છે. જોકે, આ બધાની વચ્ચે એક જગ્યા એવી છે જ્યાં મકાનો બનવાને બદલે સતત સ્મશાનો બની રહ્યાં છે. અહીં વાત થઈ રહી છે ચીનની.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મકાનને બદલે રાતોરાત બની રહ્યાં છે નવા સ્મશાનોઃ
જીહાં, ચીનના વુહાનથી પહેલીવાર કોરોનાનો વાયરસ દુનિયાભરમાં ફેલાયો હતો અને હાહાકાર મચ્યો હતો. કોરોનાકાળના ત્રણ વર્ષ બાદ ફરી એ જ દેશ એટલેકે, ચીનમાં જ કોરોનાએ કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે. ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટનો ફૂંફાડો ફાટ્યો છે. જેને કારણે ત્યાં 24 કલાક સ્મશાનો ચાલુ રાખવાની ફરજ પડી છે. જ્યાં કોરોનાને કારણે લાશોથી ઉભરાઈ રહ્યાં છે સ્મશાન ગૃહો. તેથી જ ચીનમાં મકાનો નહીં અહીં સ્મશાનો બનાવવા બિલ્ડરોની હોડ, ખબર જ છે ઢગલો લોકો મરશે! કોરોનાના કારણે મૃતકોની સંખ્યા વધતા ખાનગી સ્મશાન ગૃહો બનવા લાગ્યા છે.


વિશ્વકક્ષાએ શું છે સ્થિતિ?
ચીનમાં કોરોનાના 1,18,000થી પણ વધુ એક્ટિવ કેસ, 7,557 દર્દીની સ્થિતિ અત્યંત ગંભીર છે. બ્રિટનમાં પણ કેસ વધ્યાં હોવાનું સામે આવ્યું છે. ભારતમાં કોરોનાનો નવો વેરિઅન્ટ છ રાજ્યો સુધી ફેલાયો, ગોવામાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે.


કોરોનાનો નવો વેરિયન્ટ જેએન-૧ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. તેમા પણ ખાસ કરીને બ્રિટન, ચીન અને અમેરિકામાં નવા વેરિયન્ટના લીધે વધારે તકલીફ છે. ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટના પગલે મોટાપાયા પર લોકોના મોત થઈ રહ્યા હોવાના અહેવાલ છે. મરનારાઓની સંખ્યા એટલી બધી છે કે સ્મશાનગૃહો ૨૪ કલાક ચાલી રહ્યા છે. સ્થાનિક અખબારોમાં આ વિગત અપાઈ છે. આ મોતો માટે જવાબદાર જેએન વેરિયન્ટ છે. વિશ્વ આરોગ્ય સંગઠન (હુ)એ આ નવા વેરિયન્ટને વેરિયેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ હેઠળ વર્ગીકૃત કર્યુ છે.


હુના અહેવાલ મુજબ તાજેતરમાં જ જેએન વેરિયન્ટના કેસ જુદા-જુદા દેશોમાં વધી રહ્યા છે. ચીનના હેનાન પ્રાંતમાં એક વ્યક્તિએ દાવો કર્યો છે કે સરકારી સ્મશાનગૃહો અટક્યા વગર ૨૪ કલાક ચાલી રહ્યા છે. આ વ્યક્તિનું કહેવું છે કે ફ્યુનરલ હોમમાં કુલ આઠ સ્મશાનગૃહ છે અને બધામાં ૨૪ કલાક ચિતા સળગી રહી છે. આ વ્યક્તિનું એમ પણ કહેવું છે કે સરકારી સ્મશાનગૃહો લોકોની જરુરિયાત પૂરી કરી શકતા ન હોવાથી છેલ્લા ત્રણ વર્ષોમાં પ્રાઇવેટ સ્મશાનગૃહ પણ ખૂલ્યા છે. આ કારોબાર ઝડપથી વૃદ્ધિ પામી રહ્યો છે. સ્થાનિક શબગૃહોની સંખ્યા સતત વધી રહી છે. 


આમ છતાં પણ મૃતદેહો એટલા મોટાપાયા પર આવી રહ્યા છે કે તેને અગ્નિદાહ આપવા માટે રાહ જોવી પડી રહી છે. લાંબી લાઇનો લાગી રહી છે અને તેના કારણે મૃતદેહોને અગ્નિદાહ આપતા પહેલા તેને ફ્રીઝરમાં મૂકવાની ફરજ પડી રહી છે. જુદા-જુદા સૂત્રો મુજબ ચીનમાં હાલમાં ૧,૧૮,૯૭૭ પોઝિટિવ કેસ છે. તેમા ૭,૫૫૭ અત્યંત કપરી સ્થિતિમાં છે. જો કે મોતના ચોક્કસ આંકડા બહાર આવ્યા નથી.


ભારતમાં પણ કોરોનાના નવા વાઇરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. છ રાજ્યો સુધી કોરોનાની આંચ પહોંચી ચૂકી છે. દેશમાં જેએન વેરિયન્ટના કુલ ૬૩ કેસ જોવા મળ્યા છે. તેમા સૌથી વધુ કેસ ગોવામાં ૩૪ છે. કેન્દ્ર સરકારે ચેતવણી જારી કરીને લોકોને સાવધાની દાખવવા જણાવ્યું છે. 


દેશભરમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ જેએન.૧એ અસર દેખાડવાનું શરૂ કરી દીધુ છે. આ વેરિએન્ટના હાલ મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં કેસો સામે આવી ચુક્યા છે. જેને કારણે કેરળ, કર્ણાટક, પંજાબમાં સરકારે ભીડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દીધુ છે. 


૨૪મી સુધી દેશભરમાં આ વેરિઅન્ટના કુલ ૬૩ કેસો સામે આવ્યા છે. ગોવામાં તેના સૌથી વધુ ૩૪ કેસો નોંધાયા છે. જ્યારે સામાન્ય સહિતના વેરિઅન્ટના નવા ૬૨૮ કેસો સામે આવ્યા છે. એક્ટિવ કેસોની સંખ્યા ચાર હજારને પાર જતી રહી છે. દેશભરમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૪.૫૦ કરોડને પાર જતી રહી છે. જ્યારે કોરોનાથી સાજા થયેલાની સંખ્યા ૪.૪૪ કરોડને પાર પહોંચી છે.