આ 1 પાન સવારે ખાલી પેટે ચાવી જાઓ, આખો દિવસ કંટ્રોલમાં રહેશે તમારું શુગર લેવલ! તણાવ પણ દૂર થશે
પાન ખાવાની ઘણાને આદત હોય છે. પરંતુ શું તમને ખબર છે કે પાન ખાતા તમને સાચે જ માનસિક શાંતિ આપે છે અને તણાવને છૂમંતર કરી દે છે. પાનના પત્તા ડાયાબિટીસમાં ખુબ ફાયદાકારક છે.
પાન ખાવાની ઘણાને આદત હોય છે. પરંતુ શું તમને ખબર છે કે પાન ખાતા તમને સાચે જ માનસિક શાંતિ આપે છે અને તણાવને છૂમંતર કરી દે છે. પાનના પત્તા ડાયાબિટીસમાં ખુબ ફાયદાકારક છે. આ જે પાનની વાત કરીએ છીએ તે છે નાગરવેલના પાન (Betal Leaf) સદીઓથી ભારતીય સંસ્કૃતિનો ભાગ રહેલા આ પાન માત્ર સ્વાદિષ્ટ જ નહી પરંતુ તેના અનેક ફાયદા પણ છે. જો કે મોટાભાગના લોકો તેને મુખવાસ તરીકે ઉપયોગમાં લે છે. પરંતુ તેને ખાવાના બીજા પણ અનેક ફાયદા છે. દિલથી લઈને દિમાગ સુધી તે તમને ફાયદો કરાવી શકે છે.
પાનના પત્તાના પોષકતત્વો (Nutrients Of Betel Leaf)
નાગરવેલના પાંદડામાં અનેક ગુણો રહેલા છે. આ પાંદડામાં આયોડન, પોટેશિયમ, વિટામીન એ, વિટામીન બી1, અને નિકોટિનિક એસિડ હોય છે. તેમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં અને હ્રદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જ્યારે વિટામીન બી1 ઉર્જા ઉત્પાદન અને મેટાબોલિઝમને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
સ્વાસ્થ્યને થતા લાભ
સ્વાદની સાથે જો તમે સ્વાસ્થ્ય પણ ઈચ્છતા હોવ તો પાન એક સારો વિકલ્પ બની શકે છે. જો કે તેના માટે એ જરૂરી છે કે તમે તેમાં પ્રાકૃતિક વસ્તુઓ જ નાખો. તમાકુ અને જર્દા તેના ગુણોને ખતમ કરી દે છે. જાણો તેના ફાયદા....
1. કબજિયાત દૂર થશે
નાગરવેલના પાંદડા ચાવવાથી પાચનતંત્રને ફાયદો થઈ શકે છે. તે પાચક રસોના સ્ત્રાવને પ્રોત્સાહન આપે છે. આ સાથે જ ભોજનને પચાવવામાં મદદ કરે છે અને અપચો, પેટ ફૂલવું અને ગેસ જેવી પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે. જો તમે પેટની સમસ્યાઓથી પરેશાન રહેતા હોવ તો પાનના પાંદડાનું પાણી પીવો. તેને બનાવવા માટે પાંદડાને પીસીને તેને આખી રાત એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણીને ગાળીને તેનું સેવન કરો.
2. શાનદાર મુખવાસ, સ્વસ્થ રાખે મોઢું
પાનના પત્તા મોઢાના સ્વાસ્થ્ય માટે પણ સ્વાસ્થ્યકારક રહે છે. તે દાંતને મજબૂત બનાવવાની સાથે પેઢાની બીમરીને પણ રોકવામાં મદદગાર છે. તેમાં અનેક રોગ વિરોધી ગુણ હોય છે. જે હાનિકારક જીવાણુઓને ખતમ કરે છે અને મોઢામાંથી દુર્ગંધને દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી પેઢાના સોજા, દુખાવો અને ચેપ પણ દૂર થઈ શકે છે.
3. તણાવ દૂર કરી શકે
નાગરવેલના પાંદડા તમને માનસિક શાંતિ આપે છે અને તણાવ તથા ચિંતા દૂર કરવામાં મદદગાર છે. આ પાંદડામાં ફેનોલિક નામનું યૌગિક હોય છે જે શરીરમાંથી કાર્બનિક યૌગિક કૈલામાઈન દૂર કરે છે. જેનાથી મૂડ સ્વિંગની સમસ્યા ઓછી થાય છે. તણાવ દૂર કરવા માટે તમે મીઠું કે સાદું પાન ખાઈ શકો છો.
4. ઉધરસ, બ્રોંકાઈટિસમાં ફાયદાકારક
ઉધરસના કારણે પરેશાન હોવ તો આ પાન તમને રાહત આપી શકે છે. નાગરવેલના પાંદડા શ્વસન સ્વાસ્થ્ય માટે લાભકારી છે. તે ઉધરસ, શરદી, બ્રોંકાઈટિસ અને અસ્થમા જેવી શ્વસન સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. પાનના સેવનથી તમને જકડાઈ જવાની સમસ્યાથી રાહત મળી શકે છે. જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થતી નથી.
5. ડાયાબિટીસને કાબૂ કરી શકે
નાગરવેલના પાંદડા (Betel Leaf) માં એન્ટી હાઈપરગ્લાઈસેમિક ગુણ હોય છે. જે શુગરની સમસ્યાને કાબૂમાં કરવાનું કામ કરે છે. આ પાંદડા લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધતા રોકે છે. ટાઈપ 2 ડાયાબિટીસવાળા લોકોને સવારે ખાલી પેટે આ પાંદડા ચાવવાથી ફાયદો થાય છે.
પાન ખાવાની રીત
1. ડાયાબિટીસને કંટ્રોલ કરવો હોય તો સવારે ખાલી પેટે પાન ચાવવાની સલાહ અપાય છે.
2. જો તમે તણાવમાં હોવ તો તમે સાદું કે મીઠું પાન ખાઈ શકો છો. તેના ફેનોલિક યૌગિક તમારા મૂડને સારો કરવામાં મદદ કરી શકે છે.
3. કબજિયાતથી રાહત મેળવવા માટે પાંદડાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણીને ગાળીને પીવાથી કબજિયાતમાંથી રાહત મળી શકે છે.
(Disclaimer: લેખમાં શેર કરાયેલી જાણકારી ફક્ત માહિતીના હેતુથી આપવામાં આવી છે. તેને ડોક્ટરની સલાહ તરીકે માનવી જોઈએ નહીં. કોઈ પણ બીમારી કે વિશિષ્ટ હેલ્થ કન્ડિશન માટે સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી જરૂરી છે. ડોક્ટર/એક્સપર્ટની સલાહના આધારે જ સારવારની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.
(અહેવાલ સાભાર- સહયોગી વેબસાઈટ હેલ્થ સાઈટ ડોટ કોમ)