નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ તો સોશિયલ મીડિયા પર અનેક રેકોર્ડ તોડ્યા જ છે પરંતુ સાથે સાથે તેમની તસ્વીરો પણ હવે અનોખા અને નવા કિર્તિમાન સ્થાપિત કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોલકાતા મુલાકાતની એક તસ્વીરને 24 કલાક કરતા પણ ઓછા સમયમાં Facebook પર 1 મિલિયન (10 લાખ) કરતા વધારે લાઇક્સ મળી છે. અત્રે નોંધનીય છે કે, PM મોદી કાલે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી પ્રસંગે કોલકાતાની મુલાકાતે હતા. અહીં તેમણે નેતાજીને સ્મરણાંજલી અર્પીત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

.મગરના માથા પર હાથ ફેરવીને વાતો કરી, વાયરલ થયો જાંબાજ કાકાનો Video


આ દરમિયાન તેમની નેતાજી ભવનની મુલાકાત લીધી હતી. જે દરમિયાનની તેમની એક તસ્વીર VIRAL  જ્યારે તેમની બંગાળની ધરતી પર એન્ટ્રી કરતી એક તસ્વીર SUPER VIRAL થઇ ગઇ હતી. 24 કલાક કરતા પણ ઓછા સમયમાં આ તસ્વીરને 1 મિલિયન લાઇક્સ, 14000 શેર અને 47000 કોમેન્ટ્સ મળી હતી. જે 24 કલાક જેટલા ઓછા સમયમાં કોઇ પણ સેલેબ્રિટીને મળેલી લાઇક્સનો અનોખો રેકોર્ડ છે. અત્રે નોંધનીય છે કે, વડાપ્રધાન મોદી સોશિયલ મીડિયામાં કોઇ પણ સેલેબ્રિટીને શરમાવે તેટલું ફેન ફોલોઇંગ ધરાવે છે. આજે પણ જો તેઓ કોઇને ફોલો કરે તો તે વ્યક્તિ રાતો રાત સ્ટાર બની જતો હોય છે. 


Morbi : હાઈવે પર વાહનચાલકોને રોકીને લૂંટ મચાવતી ટોળકી આખરે પકડાઈ


વડાપ્રધાન મોદીએ પહેલી વખત નેતાજી સુભાષચંદ્ર બોઝ ભવનની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેઓએ સરકારનાં અધિકારીક કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં પણ તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝ ઉપરાંત રવિન્દ્રનાથ ટાગોરને યાદ કર્યા હતા. તેમણે બંગાળનાં ઉજળા ઇતિહાસને યાદ કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, આપણું કર્તવ્ય છે કે, નેતાજીનાંયોગદાનને પેઢી દર પેઢી યાદ કરવામાં આવે. એટલા માટે જ સરકાર દ્વારા નિશ્ચય કરવામાં આવ્યો છે કે, નેતાજીની 125મી જયંતી વર્ષને ઐતિહાસિક અને અભૂતપૂર્વ ભવ્ય આયોજનો સાથે મનાવીશું. દેશે નક્કી કર્યું છે કે, હવે દર વર્ષે નેતાજીની જન્મજયંતીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube