નવી દિલ્હી : ગુજરાતમાં લાંબા સમય સુધી સફળ રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો જાદુ કેન્દ્રમાં દેખાઈ રહ્યો નથી. આ સવાલ પણ રાજનીતિક તજજ્ઞો માટે ઉખાણા જેવો બની ગયો છે. વર્ષ 2014માં ભાજપમાં જ નરેન્દ્ર સહિત અડધો ડઝન વરિષ્ઠ નેતાઓ પીએમ ઉમેદવાર તરીકે ચર્ચામાં હતા. પરંતુ ગુજરાતમાં તેમની સફળતા જોતા તેમનું નામ વડાપ્રધાન પદ માટે આગળ કરાયું હતું. જેનાથી અકલ્પનીય બહુમત મળી અને તેઓ વડાપ્રધાન બન્યા. તેમના સત્તામાં આવવાથી વિપક્ષમાં પણ સન્નાટો છવાઈ ગયો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજેપીનો વિજયરથ 2018ની વિધાનસભામાં થંભી ગયો છે. પાંચ રાજ્યોના વિધાનસભા ઈલેક્શનમાં કોંગ્રેસ બીજેપીમાંથી છત્તીસગઢ છીનવી લીધું છે. પરિણામોથી બનેલું ચિત્ર એમ કહે છે કે, રાજસ્થાનમાં પણ બીજેપી સરકાર ગુમાવી શકે છે. 2014માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ કોંગ્રેસ સાથેની સીધી લડાઈમાં ભાજપે પહેલીવાર કોઈ રાજ્યની સત્તા ગુમાવી છે. જોકે, પંજાબ અને કર્ણાટકમાં બીજેપીને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ પંજાબમાં બીજેપી એનડીએનો હિસ્સો રહી હતી, અને ત્યાં મુખ્ય ચહેરો કોઈ ન હતો. બીજી તરફ, કર્ણાટકમાં કોંગ્રેસ જ સત્તા હતી. 


નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી કોંગ્રેસને અનેક મોરચે મ્હાત આપી ચૂકી છે. જોકે, હવે આ વિજય ક્રમ રોકાઈ ગયો છે. કોંગ્રેસમાં ફરી પ્રાણ ફૂંકી રહેલા પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભા ઈલેક્શન પહેલા મોટી જીત મળી છે. આ હાર સાથે જ દેશના રાજનીતિક નક્શામા ભગવો રંગ ઓછો થતો દેખાઈ રહ્યો છે. 


હવે ક્યાં ક્યાં છે બીજેપી-એનડીએની સરકાર
ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ગોવા, મણિપુર, હરિયાણા, ગુજરાત, ઝારખંડ, મહારાષ્ટ્ર, અસમ, અરુણાચલ પ્રદેશ, બિહાર અને સિક્કીમમાં એનડીએ ગઠબંધનની સરકાર 


પીએમ મોદીએ દેશહિતના કાર્યો કર્યા, પરંતુ તેમની સરકારે નોટબંધી, જીએસટી, ગેસ-પેટ્રોલના ભાવના મામલે સૌથી મોટા વોટબેંક એવા શહેરી મતદાતા અને સામાન્ય વર્ગને નારાજ કરી દીધા. હવે આ નારાજગી તેમના માટે મુશ્કેલીઓ પેદા કરી રહી છે. દેશમાં દરેક ક્ષેત્રના મતદાતાઓનો વિચાર અને જરૂરિયાત અલગ અલગ હોય છે. પંરતુ પીએમ મોદીએ જે ગુજરાતીકરણ કર્યં, તેનાથી અનેક જગ્યાઓએ ફાયદાને બદલે નુકશાન થવા લાગ્યું. 


બીજી તરફ, ભાજપ દ્વારા જે રીતે રાહુલ ગાંધી 70 વર્ષના કોંગ્રેસના શાસન અંગે સવાલ ઉઠાવવામાં આવ્યો, તેની શરૂઆતની અસર તો સારી રહી, પણ તે બાદમાં નાગરિકોને રાસ ન આવ્યું. કોંગ્રેસ મુક્ત ભારતના પ્રયાસોમાં ભાજપના જ પગ લથડી ગયા હતા. 


આ પણ વાંચો : ભાજપના આ ચાણક્ય ચાલી જાય તો...


સૌથી મોટી સમસ્યા એ હતી કે, પીએમ મોદી આ સાડા ચાર વર્ષોમાં એ સાબિત ન કરી શક્યા કે તેઓ દેશના અન્ય રાજનેતાઓ કરતા એકદમ અલગ છે. મોદી મેજિક નાબૂદ થવાનું કારણ પરિણામ એ છે કે, હવે ઈલેક્શનમાં કોંગ્રેસ ભાજપની ટક્કરમાં આવીને ઉભુ થઈ ગયું છે. ટીમ મોદી સામે સૌથી મોટો સવાલ એ છે કે, શું 2019માં ભાજપ એકલ બહુમતથી 272 સીટ મેળવી શકશે ખરી? હાલ પરિસ્થિતિ જોતા એમ લાગી રહ્યું છે કે, 2014ની જેમ જેમ ભાજપ 2019માં જાદુ નહિ ચલાવી શકે. 


આ પણ વાંચો : અમે બનાવશું સરકાર


પીએમ મોદીની ટીમ રાજકીય મેનેજમેન્ટ અને પ્લાનિંગમાં એક્સપર્ટ જરૂર છે, પરંતુ પોતાના જ દળમાં બેસેલા વિરોધીઓનું સક્રિય સમર્થન એકઠુ કરવું તેમના માટે સરળ નથી. સીએમ વસુંધરા રાજે, સીએમ શિવરાજ સિંહ વગેરે રાજકીય પરીક્ષાના સમયથી પસાર કરી ચૂક્યા છે. ત્યારે 2019નુ ઈલેક્શન ભાજપ માટે ટફ રહેશે. 


વિધાનસભા ચૂંટણી 2018 : તમામ ન્યૂઝ જાણો