નવી દિલ્હી: ભારતના ઇતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું છે જ્યારે 10 દેશોના રાષ્ટ્રધ્યક્ષ ગણતંત્ર દિવસ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. 26 જાન્યુઆરીના રોજ દિલ્હીના રાજઘાટ પર દુનિયાના 10 દેશ પોતાની આંખો વડે ભારતની તાકાતને જોશે. અત્યાર સુધી ગણતંત્ર દિવસના અવસર પર કોઇ એકજ દેશના રાષ્ટ્રાધ્યક્ષને અતિથિના રૂપમાં બોલાવવાની પરંપરા ચાલી રહી છે. આ નેતાઓની સાથે મ્યાંમારની વડાપ્રધાન સાન સૂ કી પણ કાર્યક્રમમાં ભાગ લેવાની છે. ગુરૂવારે બધા રાષ્ટ્રાધ્યક્ષ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી નક્કી કરી કાર્યક્રમોમાં ભાગ લેશે. આ વખતે ગણતંત્ર દિવસ કાર્યક્રમમાં આવનાર દરેક રાષ્ટ્રાધ્યક્ષ પાસે ભારતને ઘણા બધા ફાયદા છે અને ભારતનો દરેક વ્યક્તિ સાથે ખાસ સંબંધ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


લી સિયન લૂંગ, વડાપ્રધાન સિંગાપુર


લી સિયન લૂંગ, વડાપ્રધાન સિંગાપુર
સિંગાપુરના વડાપ્રધાન લી સિયન લૂંગ બીજા એવા વડાપ્રધાન છે જે ગણતંત્ર દિવસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત આવી રહ્યાં છે. લૂંગ પહેલાં વર્ષ 1954માં સિંગાપુરના પૂર્વ વડાપ્રધાન ગોહ ચોક ટોંગ આ કાર્યક્રમનો ભાગ બન્યા હતા. 2014માં લૂંગએ સિંગાપુરની સત્તાની કમાન સંભાળ્યા બાદ બંને દેશો વચ્ચે દ્રિપક્ષીય સંબંધ ખૂબ મજબૂત બન્યા છે. પોતાના કાર્યકાળના પહેલા દિવસે લૂંગ વડાપ્રધાન નરેંદ્ર મોદીને પોતાના મિત્ર ગણાવતાં ગઠબંધનનો પક્ષ લઇ રહ્યાં હતા.



પ્રાયુત ચાન-ઓચા, થાઇલેંડ


પ્રાયુત ચાન-ઓચા, થાઇલેંડ
સિંગાપુરના વડાપ્રધાનની માફક જ પ્રાયુત ચાન-ઓચા પણ થાઇલેંડના બીજા વડાપ્રધાન છે જે ગણતંત્ર દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. આ પહેલાં થાઇલેંડના બીજા વડાપ્રધાન યિંગલક શિનવાત્રા આ કાર્યક્રમનો ભાગ ચૂક્યા છે. પ્રાયુત અને ચીનના ખૂબ સારા સંબંધ છે. ભારત અને ચીન વચ્ચે તીખા સંબંધો બાદ પણ પ્રાયુત બંને દેશો સાથે સારા સંબંધ સ્થાપિત કરી ચૂક્યા છે. પ્રાયુતના કાર્યકાળમાં જ ભારત અને થાઇલેંડના ઘણા ક્ષેત્રોમાં સહયોગ પર હસ્તાક્ષર કર્યા છે.



આંગ સાન સૂ કી, મ્યામાંર


આંગ સાન સૂ કી, મ્યામાંર
મ્યામાંર સાથે ભારતના સંબંધોની પ્રગાઢતા કોઇ છુપાયેલી નથી. નોબલ પ્રાઇઝ વિજેતા આંગ સુ કી હાલ મ્યાંમારની સ્ટેટ કાઉંસલર છે. અંગ્રેજો સાથે આઝાદી સમયે બંને દેશો વચ્ચે ખૂબ ગાઢ સંબંધ હતા જે હાલમાં પણ સ્થાપિત છે. બંને દેશ ઘણીવાર એકબીજાની આંતરરાષ્ટ્રીય સ્તર પર મદદ કરી ચૂક્યા છે. 



સુલ્તાન બોલ્કિયા, બ્રુનેઇ


સુલ્તાન બોલ્કિયા, બ્રુનેઇ
રાષ્ટ્રાધ્યક્ષોની આ બેઠકમાં મોદી 'પૂર્વની તરફ જુઓ' (લુક ઇસ્ટ પોલિસી) નીતિ પર ભાર મુકવાના છે. બ્રુનેઇ પણ આ નીતિનું સમર્થન કરે છે. બ્રુનઇના સુલ્તાન હસનઅલર બોલ્કિયા પહેલી વાર વર્ષ 2012માં આસિયાન દેશોના સંમેલનમાં ભારત આવ્યા હતા. આ પહેલી તક છે જ્યારે બ્રુનેઇના કોઇ સુલ્તાન ગણતંત્ર દિવસ કાર્યક્રમનો ભાગ બની રહ્યા હોય. 



હુન સેન, કંબોડિયા


હુન સેન, કંબોડિયા
હુન સેન વર્ષ 1985થી કંબોડિયાની સત્તા સંભાળી રહ્યા છે. આટલા વર્ષોથી એક સમય સુધી સત્તામાં રહેવાના લીધે તેમનું નામ તે સિલેક્ટેડ રાજનેતાઓમાં સામેલ થાય છે જેમનો કાર્યકાળ આટલો લાંબો રહ્યો છે. કંબોડિયા અને ભારતનો સંબંધ વર્ષો જૂનો છે. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક પ્રભાવ છે. કંબોડિયામાં ઘણા હિંદુ મંદિર આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે. 



જોકો વિડોડો, ઇંડોનેશિયા


જોકો વિડોડો, ઇંડોનેશિયા
ઇંડોનેશિયાના વડાપ્રધાન જોકો વિડોડો પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવવાના છે. વર્ષ 2014માં જોકો વિડોડો વડાપ્રધાન બન્યા હતા. ઇંડોનેશિયાની સાથે ભારત સંબંધ સતત મજબૂત રહ્યો છે. દક્ષિણ-પૂર્વમાં ઇંડોનેશિયાની મજબૂત ભૂમિકા રહી છે. આ ક્ષેત્ર સાથે સૌથી મોટા દેશોમાંથી એક ગણવામાં આવે છે.  



મોહંમદ નજીબ બિન તુન અબ્દુલ રજાક, મલેશિયા


મોહંમદ નજીબ બિન તુન અબ્દુલ રજાક, મલેશિયા
મોહંમદ નજીબ બિન તુન અબ્દુલ રજાક મલેશિયાના વડાપ્રધાન છે, તે વર્ષ 2009થી મલેશિયાની સત્તા સંભાળી રહ્યાં છે. મલેશિયામાં ભારતીય યોગદાનનું વિશેષ મહત્વ રહ્યું છે. ભારતીય કંપનીએ મોટાપાયે મલેશિયા અર્થવ્યવસ્થામાં રોકાણ કર્યું છે. 



ગુયેન શુઆન ફુક, વિયેતનામ


ગુયેન શુઆન ફુક, વિયેતનામ
ગુયેન શુઆન ફુક વિયેતનામના વડાપ્રધાન છે. બંને દેશો વચ્ચે રક્ષા, તેલ ક્ષેત્રે, સ્વાસ્થ્ય અને સ્પેસ જેવા ઘણા મુદ્દે કરાર થઇ ચૂક્યા છે. વિયેતનામ અને ભારત વચ્ચે ખૂબ ગાઢ સંબંધ છે. 
 
રોડ્રિગો દુતેર્તે, ફિલિપીંસ
ફિલિપિંસના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે દેશના 16મા રાષ્ટ્રપતિ છે. તે અત્યાર સુધીના કાર્યકાળમાં સૌથી ઓલ્ડેસ્ટ રાષ્ટ્રપતિ ગણવામાં આવે છે. રોડ્રિગો પહેલીવાર ભારત આવશે. પરંતુ આ પહેલાં બંને દેશો વચ્ચે આ સંબંધો ત્યારે મજબૂત હતા જ્યારે ભારતે ફિલિપિંસને 5 લાખ ડોલર આપીને આર્થિક મદદ કરી હતી.