Corona બેકાબૂ, દેશના આ શહેરમાં 10 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન
સતત વધી રહેલા કોરોના કેસથી પરેશાન છત્તીસગઢની રાજધાની રાયપુરમાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. અહીં 10 દિવસ જરૂરી વસ્તુઓ સિવાય તમામ વસ્તુ બંધ રહેશે.
રાયપુરઃ કોરોના (Coronavirus) ના સંક્રમણને કાબુ કરવા માટે છત્તીસગઢ (Chhattisgarh) ની રાજધાની રાયપુરમાં 10 દિવસના લૉકડાઉન Lockdown) ની જાહેરાત કરવામાં આવી છે. આદેશ અનુસાર 9 એપ્રિલ સાંજે છ કલાકથી 19 એપ્રિલ સવારે 6 કલાક સુધી શહેરમાં સંપૂર્ણ લૉકડાઉન રહેશે.
શું ખુલ્લુ શું બંધ રહેશે
જિલ્લા વહીવટી તંત્ર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ પ્રમાણે લૉકડાઉનને કારણે દારૂની દુકાનો બંધ રહેશે. આ સાથે તમામ વહીવટી અને અર્ધ વહીવટી કાર્યાલય, બેન્ક વગેરે બંધ રહેશે. પરંતુ ઇન્ડસ્ટ્રીઝને છૂટ આપવામાં આવી છે. જો કોઈ લેબર ફેક્ટરીની અંદર રહેશે તો તે તેનું સંચાલન કરી શકે છે. આ સિવાય તમામ ધાર્મિક સ્થળોને બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ કોરોનાના વધતા કેસ વચ્ચે આ રાજ્યમાં વેક્સિનની કમી, માત્ર ત્રણ દિવસનો સ્ટોક વધ્યો
આ લોકોને હોમ આઈસોલેશનની મંજૂરી નહીં
એક દિવસમાં કોરોનાના સૌથી વધુ 2821 કેસ સામે આવ્યા બાદ લૉકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 55 વર્ષથી વધુ ઉંમરના કોરોના પોઝિટિવ વ્યક્તિને હોમ આઈસોલેશનમાં રહેવાની મંજૂરી નથી. આ ઉંમરના લોકો કોરોના પોઝિટિવ આવે તો તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવશે અને તેમની સારવાર કરવામાં આવશે.
દિવસમાં માત્ર ત્રણ કલાક અવર જવરની છૂટ
આદેશ અનુસાર કોરોના ગાઇડલાઇન (Corona Guideline) નું પાલન કરતા પહેલાની જેમ શહેરમાં કન્ટેઈન્મેન્ટ ઝોન બનાવવામાં આવશે. આ ઝોનમાં સવારે સાતથી 10 કલાક સુધી જનતાને જરૂરી કામ માટે બહાર જવાની મંજૂરી હશે. જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરતા કામકાજની છૂટ મળશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube