હવે ભારત પોતાના જવાનોના બલિદાનનો બદલો વીણી-વીણીને લે છે`: PM મોદીના સંબોધનની 10 ખાસ વાતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પટણાના ગાંધી મેદાનમાં એનડીએની સંકલ્પ રેલીમાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોને આડે હાથ લીધા. તેમણે આ રેલી દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક પર બોલતા કહ્યું કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના નેતાઓ આપણા જવાનોના પરાક્રમ પર શંકા કરી રહ્યાં છે. જે લોકોએ સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા હતાં તેઓ જ હવે આતંકી ઠેકાણા પર થયેલા હવાઈ હુમલાના પુરાવા માંગવા લાગ્યા છે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પટણાના ગાંધી મેદાનમાં એનડીએની સંકલ્પ રેલીમાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોને આડે હાથ લીધા. તેમણે આ રેલી દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક પર બોલતા કહ્યું કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના નેતાઓ આપણા જવાનોના પરાક્રમ પર શંકા કરી રહ્યાં છે. જે લોકોએ સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા હતાં તેઓ જ હવે આતંકી ઠેકાણા પર થયેલા હવાઈ હુમલાના પુરાવા માંગવા લાગ્યા છે.
પીએમ મોદીના સંબોધનની 10 મહત્વની વાતો
1. ભારતીય વાયુસેના દ્વારા પીઓકેમાં કરાયેલી એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવનારા વિપક્ષ અને કોંગ્રેસને પીએમ મોદીએ સવાલ કર્યો કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો આપણી સેનાનું મનોબળ કેમ નબળું કરી રહ્યાં છે? દુશ્મનોને ફાયદો પહોંચે એવા નિવેદનો કેમ આપી રહ્યાં છે.
2. પીએમ મોદીએ કહ્યું કે હવે નવું હિન્દુસ્તાન નવી રીતિ અને નવી નીતિ સાથે આગળ વધી રહ્યું છે. હવે ભારત પોતાના વીર જવાનોના બલિદાન પર ચૂપ બેસતું નથી, વીણી વીણીને હિસાબ લે છે.
3. પીએમ મોદીએ કહ્યું કે સુરક્ષા ભલે ગરીબની હોય કે દેશની, દેશ પર ખરાબ નજર રાખનારાઓ સામે તમારો આ ચોકીદાર અને અમારું એનડીએ ગઠબંધન દીવાલ બનીને ઊભા છે.
પટણા: દેશ પર ખરાબ નજર રાખનારાઓ સામે આ ચોકીદાર દીવાલ બનીને ઊભો છે- PM મોદી
4. ગરીબ અને મધ્યમ વર્ગના પરસેવા પર જે પોતાની દુકાન ચલાવતા હતાં તેઓ હવે તમારા આ ચોકીદારથી પરેશાન છે. આથી મને ગાળો બોલવાની હરિફાઈ ચાલી રહી છે. પરંતુ તમે નિશ્ચિત રહો...તમારો આ ચોકીદાર એકદમ સજાગ છે.
5. તમે બધા સાક્ષી છો, જ્યારે આપણા દેશની સક્ષમ સેના આતંકને કચડવામાં લાગી છે પછી ભલે તે સરહદની અંદર હોય કે બહાર, પરંતુ આવા સમયમાં પણ દેશની અંદર જ કેટલાક લોકો શું કરી રહ્યાં છે? દેશની સેનાનું મનોબળ વધારવાની જગ્યાએ તેઓ એવા કામ કરી રહ્યાં છે, જેનાથી દુશ્મનના ચહેરા ખીલી રહ્યાં છે.