નવી દિલ્હી : આર્થિક અનામત (EWS)નાં લોકોને 1 ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીઓમાં 10 ટકા અનામતનો લાભ મળી શકે છે. કેન્દ્ર સરકારની તે નોકરીઓ જેની નિયુક્તિ પ્રક્રિયાનું નોટિફિકેશન બહાર પાડી દેવાયું છે તેમાં લાગુ નહી પડે, પરંતુ 1 ફેબ્રુઆરી બાદનાં તમામ નોટિફિકેશનમાં 10 ટકા અનામત લાગુ પડી જશે. આ અંગે કેન્દ્ર સરકારનાં કાર્મિક વિભાગે એક આદેશ બહાર પાડીને અનામત માટે જરૂરી નિયમોનો ઉલ્લેખ કર્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

19 જાન્યુઆરીએ કાર્મિક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સર્કુલરમાં જણાવવામાં આવ્યું કે, સામાન્ય વર્ગનાં તે લોકો જેમણે અત્યાર સુધી કોઇ પણ પ્રકારની અનામત મળી નથી અને જેમનાં પરિવારની કુલ આવક 8 લાખ રૂપિયાથી ઓછી છે તે તમામને નવી અનામત વ્યવસ્થા હેઠળ પાત્ર માનવામાં આવશે. 


ઘર વાપસી: 98 આદિવાસી ક્રિશ્ચિયનોએ ફરીથી હિંદૂ ધર્મ અંગીકાર કર્યો

આ વ્યક્તિઓને પરિવારનો હિસ્સો ગણવામાં આવશે.
વિભાગનાં આદેશ અનુસાર અનામત માટે અરજી કરનારા વ્યક્તિ સાથે તેના માતા-પિતા, 18 વર્ષથી ઓછી ઉંમરના ભાઇ બહેન, પત્ની અને નાના બાળકોને પરિવારને શ્રેણીમાં મુકવામાં આવશે. તે ઉપરાંત પરિવારની તપાસ દરમિયાન પરિવારનાં તમામ સ્ત્રોતો થકી થનારી કુલ આવકની તપાસ થશે. આ દરમિયાન ખેતી, નોકરી, વ્યાપાર અને અન્ય મદોંથી પરિવારની કુલ આવકને જોડવામાં આવશે અને જો 8 લાખ રૂપિયાથી ઓછાની હોય તો અરજદારને અનામત મળવા પાત્ર થશે. 


માલદા: મમતાના ગઢમાં મહાગઠબંધન વિરુદ્ધ બ્યુગલ ફુંકવા પહોંચ્યા ભાજપ અધ્યક્ષ

5 એકરથી ઓછી જમીન હશે તો મળી શકશે લાભ
કેબિનેટ દ્વારા મંજુર પ્રસ્તાવ અનુસાર જે પરિવારો પાસે 5 એકર અથવા તેનાથી વધારેની ખેતી યોગ્ય જમીન અથવા 1 હજાર સ્કવેર ફીટ અથવા તેનાથી વધારે ક્ષેત્રફળનું ઘર હશે તેમને અનામતનો લાભ નહી આપવામાં આવે. સાથે જ તે લોકો જેમની પાસે 200 ગજથી વધારેની નિગમની બિન અધિસુચીત જમીન હોય અથવા 100 ગજથી વધારેની અધિસૂચિત જમીન હોય તેઓ પણ અનામત નહી મેળવી શકે.