નવી દિલ્હીઃ આઠ જાન્યુઆરીએ 10 ટ્રેડ યૂનિયન તરફથી ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. છ બેન્ક યૂનિયનોએ પણ આ હડતાળનું સમર્થન કર્યું છે, આ કારણે બેન્કિંગ કામકાજ પર અસર પડશે. બેન્ક બંધ રહેવાની અસર એટીએમ પર પણ પડશે અને 8-9 જાન્યુઆરીએ એટીએમમાં કેશની મુશ્કેલી આવી શકે છે. ટ્રેડ યૂનિયન તરફથી સંયુક્ત નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે હડતાળમાં આશરે 25 કરોડ લોકો સામેલ થઈ શકે છે. ભારત બંધ સાથે જોડાયેલી મુખ્ય વાતોને જાણવી જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ક્યાં-ક્યા 10 ટ્રેડ યૂનિયન હડતાળમાં સામેલ?
INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC અને ઘણા અન્ય સેક્ટોરલ ઈન્ડિપેન્ડેટ ફેડરેશન અને એસોસિએશન હડતાળમાં સામેલ છે. 


2. અન્ય કોણ હડતાળના સમર્થનમાં?
આ સિવાય 60 સ્ટૂડન્ય યૂનિયન યૂનિવર્સિટીના અધિકારીઓએ પણ હડતાળનો ભાગ બનવાની જાહેરાત કરી છે. આ શિક્ષા સંસ્થાઓમાં ફી વધારા અને શિક્ષણના ખાનગીકરણનો વિરોધ કરશે. 


Nirbhaya Case timeline: નિર્ભયા ગેંગ રેપ, આખરે ગુનેગારોને મળી સજા, જાણો ક્યારે-શું થયું


3. ક્યાં-ક્યા બેન્ક યૂનિયન સામેલ?
છ બેન્ક યૂનિયન- ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોય એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશન (AIBOA), BEFI, INBEF, INBOC અને બેન્ક કર્મચારી સેના મહાસંઘ (BKSM) કહી ચુક્યા છે કે તે હડતાળનું સમર્થન કરશે. જે બેન્ક યૂનિયન સમર્થન કરી રહ્યાં છે, તેને સમર્થિત બેન્ક કાલે બંધ રહેશે. 


4. એટીએમ પર શું પડશે અસર?
જો બેન્કના કામકાજ પર અસર થશે અને મોટા ભાગની બેન્ક બંધ રહેશે તો રોકડનું ડિસ્ટ્રીબ્યૂશન નહીં થઈ જશે આ કારણે એટીએમમાં રોકડની સમસ્યા ઉભી થઈ શકે છે. 


5. બેન્કનું ક્યા-ક્યા કામ નહીં થાય?
બેન્કમાંથી રોકડ ઉપાડ અને જમા કરવા સંભવ થશે નહીં, આ સિવાય ચેક ક્લિયરિંગનું કામ પણ થશે નહીં. પરંતુ ઓનલાઇન બેન્કિંગ કામકાજ પર કોઈ પ્રકારની અસર થશે નહીં. ઘણી બેન્કે શેર બજારને જાણકારી આપી દીધી છે કે તે 8 જાન્યુઆરીએ બંધ રહેશે. 


Nirbhaya Case: કોર્ટે જાહેર કર્યું ડેથ વોરંટ, ગુનેગારો પાસે બચ્યો છે દયા અરજીનો વિકલ્પ


6. ખાનગી બેન્ક પર થશે અસર?
હડતાળની અસર ખાનગી બેન્ક પર થશે નહીં.


7. બેન્ક હડતાળમાં કેમ સામેલ?
બેન્ક કર્મચારી બેન્ક મર્જરના નિર્ણયનો સતત વિરોધ કરી રહ્યાં છે. આ કારણે તે હડતાળમાં સામેલ થઈ રહ્યાં છે. 


8. ભારત બંધનો ઈરાદો શું છે?
કેન્દ્ર સરકારની આર્થિક અને જન વિરોધી નીતિઓના વિરોધમાં ટ્રેડ યૂનિયન તરફથી હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય પ્રસ્તાવિત લેબર લોનો પણ વિરોધ કરી રહ્યાં છે. સ્ટૂડન્ટ યૂનિયન શિક્ષણ સંસ્થાઓમાં ફી વધારાનો વિરોધ કરી રહ્યાં છે. 


9. કેટલા લોકો હડતાળમાં સામેલ થશે?
ટ્રેડ યૂનિયન તરફથી સંયુક્ત નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે આ હડતાળમાં આશરે 25 કરોડ લોકો સામેલ થઈ શકે છે. 


Nirbhaya Case Convicts: ગુનેગારને કેવી રીતે આપવામાં આવે છે ફાંસી, કઈ વસ્તુનું રાખવામાં આવે છે ધ્યાન, જાણો સંપૂર્ણ પ્રક્રિયા


10. સરકારનું શું કહેવું છે?
2 જાન્યુઆરીએ ટ્રેડ યૂનિયનના પ્રતિનિધિ લેબર મિનિસ્ટરને મળ્યા પરંતુ સંતોષ ન થયો. આ કારણે ટ્રેડ યૂનિયને આઠ તારીખે જાહેર હડતાળને પરત લેવાનો નિર્ણય કર્યો નથી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....