નવી દિલ્હીઃ ચૂંટણી પંચે દાવો કર્યો છે કે 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં 100 ટકા વીવીપીએટી મશીનનો ઉપયોગ કરવામાં આવશે. આયોગે કર્યું કે, ચૂંટણીને જોતા 16.15 લાખ નવા મશીનોને ખરીદવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવી રહી છે. આ સાથે આયોગે કહ્યું કે, તે મશીનોનું ઉત્પાદન અને પૂરવઠાની પણ સમીક્ષા કરી રહ્યું છે. ચૂંટણી આયોગે આ સફાઇ મીડિયામાં આવી રહેલા તે રિપોર્ટો બાદ આપી છે જેમાં કહેવામાં આવ્યું કે, વીવીપીએટીના ઉત્પાદનની ગતી ધીમી છે અને આ સ્થિતિ રહી તો સામાન્ય ચૂંટણીમાં 100 ટકા વીવીપીએટીનો ઉપયોગના આયોગનો દાવો દાવો જ રહી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણીની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શી બનાવવા માટે ચૂંટણી પંચે પહેલા તો ઈવીએમનો ઉપયોગ શરૂ કર્યો હતો. ત્યારબાદ હવે ઈવીએમમાં વીવીપીએટી મશીન એટલે કે, મતદાર-ચકાસણી કરતી પેપર ઓડિટ ટ્રેઇલ પણ લગાવવામાં આવી રહી છે. આ મશીનથી મતદાન કર્યા બાદ મતદારને એક ચીઠ્ઠી મળે છે, જેમાં તે દર્શાવવામાં આવે છે કે મતદારે પોતાનો મત કોને આપ્યો, તે યોગ્ય ઉમેદવારને ગયો છે કે નહીં.


સુપ્રીમ કોર્ટે ગત વર્ષે 100 ટકા વીવીપીએટી મશીનોના પુરવઠા માટે ચૂંટણી પંચ માટે સમય સીમા નક્કી કરી હતી. ચૂંટણી પંચે કોર્ટમાં એક એફિડેવિટમાં કહ્યું હતું કે 2019ની લોકસભા ચૂંટણીમાં સંપૂર્ણ રીતે વીવીપીએટી મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. 



વીવીપીએટી મશીનો માટે ચૂંટણી પંચે બેંગલુરૂ સ્થિત ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (બીઈએલ) અને હૈદરાબાદ સ્થિત ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની સાથે કરાર કર્યો હતો. આ કરાર મુજબ બંન્ને કંપનીઓએ ચૂંટણી પંચને 16.15 લાખ મશીનોનો આ વર્ષે સપ્ટેમ્બર સુધી પુરવઠો પૂરો પાડવાનો છે. પરંતુ સૂત્રો જણાવે છે કે અત્યાર સુધી માત્ર 4 લાખ મશીનોનો પૂરવઠો સપ્લાઇ કરવામાં આવ્યો છે. 


મહત્વનું છે કે ગત વર્ષે નાણાપ્રધાન અરૂણ જેટલીએ જાહેરાત કરી હતી કે સરકાર 16 લાખથી વધુ વીવીપીએટી મશીનો ખરીદશે. કેબિનેટે આ માટે 3 હજાર કરોડ રૂપિયા નવા ઈવીએમ મશીનોની ખરીદીને મંજૂરી આપી હતી.