અમૃતસર: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ  પૂરા થતા જલિયાવાલા બાગ સ્મારક સ્થળ પર શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે સ્વતંત્રતાની જે કિંમત ચૂકવવામાં આવી છે તેને ભૂલવી જોઈએ નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલની સાથે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ, મંત્રી નવજોત સિંહ સિદ્ધુ સહિત કોંગ્રેસના અન્ય નેતાઓ પણ  હાજર હતાં. તમામ નેતાઓએ જલિયાવાલા બાગની અંદર આવેલા સ્મારક સ્થળ પર સવારે શ્રદ્ધાંજલિ આપી. આ સાથે જ 13 એપ્રિલ 1919ના રોજ જે બર્બર રીતે લોકોને મોતને ઘાટ ઉતારાયા હતાં તેમની યાદમાં બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. 


બિસ્મિલ્લાહ ખાનના પૌત્રનો કોંગ્રેસ પર ગંભીર આરોપ, PM મોદીને પત્ર લખી વ્યક્ત કરી 'આ' ઈચ્છા


રાહુલ ગાંધી શુક્રવારે રાતે અમૃતસર પહોંચ્યા હતાં અને ત્યારબાદ સિંહ સાથે સુવર્ણ મંદિર પણ ગયા હતાં. ત્યાં તેમણે માથું પણ ટેક્યું હતું. રાહુલ ગાંધીએ અહીં વીઝીટર્સ બુકમાં લખ્યું કે આઝાદીની કિંમતને ક્યારેય ભૂલવી જોઈએ નહીં. અમે ભારતના લોકોને સલામ કરીએ છીએ જેમણે આઝાદી માટે પોતાનું બધુ ન્યોછાવર કરી દીધુ. 


ભારતમાં બ્રિટનના રાજદૂત ડોમિનિક આસ્ક્વિથ પણ શનિવારે જલિયાવાલા બાગ સ્મારક સ્થળ પર ગયા હતાં. તેમણે વીઝીટર્સ બુકમાં લખ્યું હતું કે આજથી 100 વર્ષ પહેલાની આ ઘટના બ્રિટિશ ભારતીય ઈતિહાસની એક શરમજનક ઘટના છે. જે કઈ પણ થયું તેનાથી ઉપજેલી પીડાથી અમને ખુબ દુ:ખ છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...