ત્રિભુવન રંગા, બીકાનેર: જિલ્લાના ઝંઝેઉ ગાવ નજીક એક ભયંકર અકસ્માત સર્જાયો છે, અહીં બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઇ છે. અકસ્માતમાં 11 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 25 લોકોને ઇજા પહોંચી છે. 


રાજસ્થાનના શ્રીડૂંગરપુર વિસ્તારની પાસે સોમવારે સવારે લગભગ 7:30 વાગે બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટકકર થઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ ટ્રકમાં ઘૂસી ગયો હતો. થોડીવારમાં બંનેમાં આગ લાગી ગઇ હતી. તેથી બસના મુસાફરો દાઝી ગયા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube