જયપુર: રાજસ્થન બીજેપી દ્વારા તેના 11 બાગી નેતાઓને પાર્ટીમાંખી બહાર કરી દેવામાં આવ્યા છે. ખરેખર રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીનું વોટીંગ થવાનું છે. જેની પહેલા બીજેપી દ્વારા રાજસ્થાનની 200 સીટો પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી, પરંતુ આ યાદીમાં સ્થન ન મળવાથી મોટા ભાગના નેતાઓ પાર્ટમાં વિરોધ કરી રહ્યા હતા. ત્યાર બાદ તેમણે અપક્ષમાં જ ચૂંટણી લડવાનો નિર્ણય લઇ લીધો હતો. આ બધાની વચ્ચે ગુરુવારે પાર્ટી દ્વારા 11 બાગીઓને 6 વર્ષમાટે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી હટાવી દેવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નેતાઓને દેખાડ્યો બહારનો રસ્તો
બહાર કરવામાં આવેલા સભ્યોમાં સુરેન્દ્ર ગોયલ, લક્ષ્મીનારાયણ, રાધેશ્યામ ગંગાનગર, હેમસિંહ ભડાના, રાજકુમાર રિળવાં, રામેશ્વર ભાટી, કુલદીપ ધનકડ, દીનદયાલ કુમાવત, કિશનરામ નાઇ, ધનસિંહ રાવત અને અનિતા કટારાના નામનો સમવેશ થાય છે. 


મહત્વનું છે, કે આ બધાન વચ્ચે બીજેપીની વિરૂદ્ધ થયેલા જ્ઞાનદેવ આહુજા અને ભવાની સિંહ રજાવતે તેનનું નામાંકન પાછુ ખેચી લીધું છે. ભવાની સિંહ રજાવત લાડપુરથી અને જ્ઞાનદેવ આહુજા સાંગનેરથી અપક્ષમાંથી ચૂંટણી લડવાની તૈયારીમાં હતા. પરંતુ બીજેપીના દિગ્ગજ નેતાઓ દ્વારા મનાવાથી તેમણે ઉમેદવારી પાછી ખેચી લીધી છે.


વધુ વાંચો... દેશમાં 13 મહિનામાં 1.6 કરોડ નવી નોકરીઓ થઇ ઉત્પન્ન , જાણો NPSના ગ્રાહકોની સંખ્યા


માત્ર 8 બાગીઓને મનવામાં સફળ રહી કોંગ્રેસ
નોધનીંય છે, કે પ્રદેશમાં 12થી લઇને 19 નવેમ્બર સુધી ઉમેદવારી નોધાવા અંગેનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. જ્યારે 22 નવેમેબરે ઉમેદવારી પાછી ખેચવા માટેનો અંતિમ સમય રાખવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના 8 નેતઓ જ તેમની ઉમેદવારી પાછી ખેચી હતી. પરંતુ, પાર્ટી દ્વારા બાગીઓને મનાવા માટે મોટા અને દિગ્ગજ નેતાઓની ટીમ તૈયાર કરાવામાં આવી છે. પરંતુ ત્યાર બાદ પણ કોંગ્રેસ 8 નેતાઓને મનાવમાં સફળ રહી હતી, જેમાં દુર્ગસિંહ ચૌહાણ- ખીંવસરથી, સતિશ શર્મા - ધોલપુરથી, કુલદીપ સિંહ રાજવત - દેવલી ઉનિયરાથી, લલિત ભાટી - અજમેર દક્ષિણથી, ભનપ્રતાપ - પીપલ્દા તરફથી, પ્રહલાદ બૈરવા નિવાઈથી , ગોપાલ ગુર્જર-માલપુરા, કુપારામ સોલંકી - નાગૌરથીના નામ સામેલ છે.