નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કહેર વચ્ચે મ્યુકોરમાઇકોસિસના સતત વધી રહેલા કેસોએ નવી ચિંતા ઉભી કરી છે. તાજા સરકારી આંકડા પ્રમાણે દેશમાં બ્લેક ફંગસના અત્યાર સુધી 11 હજાર 717 કેસ નોંધાયા છે. તેમાં સૌથી વધુ કેસ ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાછલા સપ્તાહે કોરોનાના દર્દીઓમાં વધતા બ્લેક ફંગસના કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે રાજ્યોને મહામારી જાહેર કરવાનું કહ્યું હતું અને સાથે બધા કેસ નોંધવા માટે પણ કહ્યું હતું. પીએમ મોદીએ શુક્રવારે કહ્યુ કે, આ બીમારી ભારતમાં જારી કોરોના સંકટ વિરુદ્ધ લડાઈમાં નવો પડકાર બની ગઈ છે. 


ગુજરાતમાં બ્લેક ફંગસના સૌથી વધુ 2 હજાર 859 કેસ નોંધાયા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 2770 અને આંધ્ર પ્રદેશમાં 768 કેસ સામે આવ્યા છે. 


શું કોઈ સંક્રમણ વગર પણ થઈ શકે છે મ્યુકોરમાઇકોસિસ? જાણો દરેક સવાલના જવાબ


દેશની રાજધાની દિલ્હીમાં અત્યાર સુધી બ્લેક ફંગસના 620 કેસ આવી ચુક્યા છે. તેની જાણકારી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપી છે. 


મ્યુકોરમાઇકોસિસ એક ફંગલ ઇન્ફેક્શન છે, તે એવા લોકોને પ્રભાવિત કરે છે, જેની ઇમ્યૂન સિસ્ટમ કોઈ બીમારી કે તેની સારવારને કારણે નબળી પડી જાય છે. આ ફંગસ હવામાં હાજર રહે છે અને તેવા લોકોમાં પહોંચી તેને સંક્રમિત કરે છે. તે જરૂરી નથી કે આ બીમારી માત્ર કોરોના દર્દીઓને થાય છે, અન્ય લોકો પણ તેનાથી સંક્રમિત થઈ શકે છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube