સોનીપતમાં ભયાનક માર્ગ અકસ્માતમાં 12 લોકોનાં મોત, 7 ઘાયલ
રોંગ સાઇડમાં આવેલા ટ્રકે સામેથી આવેલ ક્રુઝર અને બે બાઇકને અડફેટે લેતા ખુબ જ ગંભીર અકસ્માત સર્જાયો હતો
સોનીપત : હરિયાણાના સોનીપતમાં ભીષણ માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત થઇ ચુક્યા છે. જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ચુક્યા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઘાયલોની હાલત ગંભીર છે. મળતી માહિતી અનુસાર એક ટ્રક ખોટી દિશાથી આવી રહી હતી. જેણે એક ગાડી અને બે બાઇકોને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં 12 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નિપ્યા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ દુર્ઘટના બાદ ત્યાં ભારે હોબાળો થઇ ગયો. પોલીસ અને તંત્રના અધિકારીઓ ઘટના સ્થલે પહોંચી ચુક્યા છે.
મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના ગોહાના- પાણીપત નેશનલ હાઇવે પર મુંડલાના ગામ નજીક મોડી સાંજે થઇ. એક ક્રુઝરમાં ભરેલી સવારી હાઇવે પરથી જઇ રહી હતી. ક્રુઝર ગોહાનાથી પાણીપતની તરફ જઇ રહ્યું હતું. મુંડલાના ગામ પાસેના માર્ગની બીજી તરફથી આવી રહેલ એક ટ્રકનું સંતુલન બગડ્યું હતું. સંતુલન બગડ્યા બાદ ટ્રક ડિવાઇડર તોડતા અચાનક માર્ગ તરફથી આવી ગયું અને સવારીઓથી ભરેલી ક્રુઝરની ઉપર ચડી ગઇ. તેની ઝપટે પાછળથી આવી રહેલ બે બીજી બાઇકો પણ આવી ગઇ.
હાલ ઘાયલોને ખાનપુર મેડિકલ કોલેજમાં વધારે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધી કોઇ પણ વ્યક્તિનું શબની ઓળખ થઇ શકી નથી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. હાલ મૃતદેહોની ઓળખ કરવા માટે તેમનાં પરિવારજનોને બોલાવવામાં આવી રહ્યા છે.