ભારતમાં બિમારી કે આરોગ્ય નહીં, પરંતુ 12 લાખ લોકોનાં મોતું કારણ જાણીને તમે પણ ચોંકી જશો...
રિપોર્ટ બહાર આવ્યો છે તેમાં જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં વાયુ પ્રદૂષણના પીએમ 2.5 સ્તરના કારણે 30 લાખ લોકોનાં મોત થયા છે, જેમાં અડધાથી વધુનાં મોત ભારત અને ચીનમાં થયા છે, વર્ષ 2017માં આ બંને દેશમાં 12-12 લાખ લોકો માત્ર વાયુ પ્રદુષણને કારણે મોતને ભેટ્યા હતા
નવી દિલ્હીઃ ભારતમાં ગયા વર્ષે માત્ર વાયુ પ્રદુષણના કારણે 12 લાખ લોકોનાં મોત થયા છે. વાયુ પ્રદુષણ અંગે તાજેતરમાં જ બહાર પડેલા એક વૈશ્વિક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. 'સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2019' અનુસાર લાંબા સમય સુધી ઘરની બહાર રહેવું કે ઘરમાં વાયુ પ્રદૂષને કારણે વર્ષ 2017માં સ્ટ્રોક, ડાયાબિટીસ, હૃદયરોગનો હુમલો, ફેફસાનું કેન્સર કે ફેફસાની જૂની બીમારીઓના કારણે આખી દુનિયામાં લગભગ 50 લાખ લોકોનાં મોત થયા છે.
પીએમ સાથે જોડાયા છે સીધા 30 લાખનાં મોત
રિપોર્ટમાં જણાવાયું છે કે, આમાંથી 30 લાખનાં મોત તો PM 2.5 (પ્રદૂષણનું એક ધોરણ) સાથે જોડાયેલા છે. જેમાં અડધાથી વધુ લોકોનાં મોત ભારત અને ચીનમાં થયા છે. વર્ષ 2017માં આ બંને દેશમાં 12-12 લાખ લોકોનાં મોત વાયુ પ્રદુષણના પીએમ 2.5 સ્તરને કારણે થયા છે.
જ્હોનસન એન્ડ જ્હોનસને પોતાના બેબી શેમ્પૂને જણાવ્યો સુરક્ષિત, કહ્યું તપાસથી અસંતુષ્ટ
હેલ્થ ઈફેક્ટ્સ ઈન્સ્ટીટ્યુટે બહાર પાડ્યો છે રિપોર્ટ
અમેરિકાની હેલ્થ ઈફેક્ટ્સ ઈન્સ્ટીટ્યુટ (HEI) દ્વારા બુધવારે આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, ભારતમાં આરોગ્ય સંબંધિત જોખમને કારણે થતાં મોતનું ત્રીજું સૌથી મોટું કારણ વાયુ પ્રદુષણ અને ત્યાર પછી ધુમ્રપાન છે. રિપોર્ટ અનુસાર, આ કારણે દક્ષિણ એશિયામાં વર્તમાન સ્થિતિમાં જન્મ લેતા બાળકોનું જીવન અઢી વર્ષ ઘટી જશે. વૈશ્વિક આયુષ્ય દરમાં 20 મહિનાનો ઘટાડો થશે.
VIDEO: બીયરના કેનમાં ફસાયું સાપનું માથું! મહિલાએ કર્યો બચાવાનો પ્રયાસ, પરંતુ....