ભુવનેશ્વર : ઓરિસ્સામાં ગજપતિ જિલ્લામાં આવેલા તિતલી તોફાન કાળો કેર વર્તાવી ચુક્યું છે, પરંતુ હવે પાછોતરો વરસાદ અને ભુસ્ખલન લોકો માટે આફત બની ચુકી છે. માહિતી અનુસાર ગત્ત છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં મોતનો આંકડો 12 પાર કરી ગયો છે. ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે જેમ જેમ ભૂકંપ અને ભુસ્ખલનનો પ્રકોપ ઘટશે તેમ તેમ જિલ્લામાં મૃતકોની સંખ્યામાં પણ વધારો થઇ શકે છે. 
વિશેષ રાહત કમિશ્નરે મોતની પૃષ્ટી કરી

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાકૃતિક દુર્ઘટનાની સામે જઝુમી રહેલા  ગજપતિ જિલ્લામાં રાહત અને બચાવ કાર્યમાં રહેલા એક અધિકારીએ જણાવ્યું કે, સૌથી વધારે નુકસાન સમુદ્રી કિનારે રહેનારા લોકોનાં ઘરો પર થયું છે. બીજી તરફ વિશેષ રાહત કમિશ્નર બીપી સેઠ્ટી 12 લોકોનાં મોતની પૃષ્ટી થઇ ચુકી છે. 

ઓરિસ્સામાં નબળું, પરંતુ બંગાળમાં તિતલીનો દબદબો 
ચક્રવાત તિતલી શુક્રવારે ઉંડા દબાણમાં પરિવર્તિત થઇને નબળુ પડ્યું અને પશ્ચિમ બંગાળમાં દાખલ થયું છે ત્યાર બાદ મુશળધાર વરસાદ વરસાદ થયો તથા ઓરિસ્સામાં ત્રણ અને પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ચક્રવાત અને ભારે વરસાદથી પશ્ચિમ બંગાળનાં પશ્ચિમી મોદિનીપુર અને ઝાડગ્રામ જિલ્લામાં ભારે નુકસાન થયું છે. પશ્ચિમી મેદનીપુરમાં એક વ્યક્તિનો જીવ ગયો અને રાજમાર્ગ પાંચ પર અનેક વૃક્ષો ઉખડી ગયા હતા. 

બીજી તરફ હવામાન વિભાગે ચેતવણી આપી કે શનિવાર સુધીમાં પશ્ચિમ બંગાળમાં ગંગા નદીના આસપાસનાં વિસ્તારમાં ભારે વરસાદ થઇ શકે છે. તેણે કહ્યું કે, ચક્રવાત ઉંડા દબાણમાં પરિવર્તિત થઇને નબળું પડ્યું છે અને પૂર્વોત્તર દિશામાં વધી રહ્યું છે. 
ઓરિસ્સામાં 60 લાખથી વધારે લોકો પ્રભાવિત
ઓરિસ્સામાં ચક્રવાત તિતલીનાં કારણે ભારે વરસાદથી પુર આવવાનાં કારણે 60 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે અને પ્રદેશ સરકારે ત્રણ જિલ્લામાં બચાવ અને રાહત અભિયાન ઝડપી કરવા માટે એનડીઆરએફ અને ઓડીઆરએફ કર્મચારીઓને ફરજંદ કર્યા છે. અધિકારીક સુત્રોએ જણાવ્યું કે, દક્ષિણી ઓરિસ્સાનાં ત્રણ જિલ્લા, ગંજમ, ગજપતિ અને રાયગઢામાં પુરની સ્થિતી ગંભીર છે કારણ કે મહત્વની નદીઓમાં જળસ્તર ખતરાનાં નિશાનને પાર કરી ચુક્યા છે.