દહેરાદૂન: ઋષિકેશ રાનીપોખરીમાં આવેલા ચિલ્ડ્રન હોમ એકેડેમીમાં ભણતા 12 વર્ષના વિદ્યાર્થી વાસુ યાદવની હત્યાના કેસનો ઉત્તરાખંડ પોલીસે ઉકેલ લાવી દીધો છે. પોલીસે આ મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. વાત જાણે એણ ચે કે 10 માર્ચના રોજ રાનીપોખરીમાં આવેલા ચિલ્ડ્રન હોમ એકેડેમીમાં ભણતા 12 વર્ષના વાસુ યાદવનું મોત થયું હતું. શાળા પ્રશાસન અને જોલીગ્રાંટ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે વિદ્યાર્થીનું મૃત્યું ફૂડ પોઈઝનિંગના કારણે થયું છે. ત્યારબાદ રાણીપોખરી પોલીસ સ્ટેશનમાં પણ ફૂડ પોઈઝનિંગના કારણે મોત થયું છે એમ માનીને મામલાને રફેદફે કરવાની કોશિશ કરાઈ. એટલું જ નહીં શાળા પ્રશાસને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું અને હડબડીમાં તમામ નિયમો નેવે મૂકીને મૃતદેહને હોસ્ટેલમાં જ દફનાવી દીધો. કહેવાય છે કે વિદ્યાર્થી હાપુડનો રહીશ હતો અને તેના પિતા મેરઠમાં રહે છે. જે રક્તપીતના રોગથી પીડાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલો જેવો બાળ સંરક્ષણ આયોગ પહોંચ્યો કે પોલીસની થીયરી પર સવાલ ઉઠવા લાગ્યાં. બાળકના મોતના રહસ્યને ઉકેલવા માટે આયોગના અધ્યક્ષ ઉષા નેગી પોતે શાળા પહોંચ્યા અને તપાસ શરૂ  કરી. તપાસમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યાં. આયોગે આ સમગ્ર પ્રકરણ પર શાળાની ભૂમિકા પર શંકા દર્શાવી અને બાળકોને પૂછપરછ કરતા આયોગના અધ્યક્ષને જાણવા મળ્યું કે બાળક સાથે મારપીટ કરવામાં આવી હતી જેના કારણે તેનુ મોત થયું. 


બિહારમાં મહાગઠબંધન પર સંકટના વાદળ છવાયા, કોંગ્રેસના અનેક નેતાઓ RJDના વલણથી નાખુશ


આયોગના અધ્યક્ષે પોલીસ પાસે આખો રિપોર્ટ માંગ્યો. પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ આગળની કાર્યવાહી અંગે વાત કરી. મૃતક વિદ્યાર્થીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો તો તેમાં સ્પષ્ટ રીતે શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યાં હોવાની ડોક્ટરો દ્વારા પુષ્ટિ કરાઈ. એટલું જ નહીં પરંતુ મૃતક વિદ્યાર્થીના શરીરમાંથી લોહી નીકળવાના કારણે બાળકના મોતનો ઉલ્લેખ હતો. પીએમ રિપોર્ટ સામે આવ્યાં બાદ પોલીસે એકેડેમીમાં ભણતા બે વિદ્યાર્થીઓ અને એકેડેમીના વોર્ડન પીટી ટીચર તથા અન્ય એક વ્યક્તિને આ હત્યાના દોષિત ઠેરવતા ધરપકડ કરી લીધી છે. 


કર્ણાટક: સિંચાઈ મંત્રીના ઘર પર આવકવેરા વિભાગના દરોડા, CM કુમારસ્વામી કાળઝાળ


આરોપ છે કે વિદ્યાર્થીઓએ વાસુને બેહોશીની હાલતમાં જ સ્ટડી રૂમમાં છોડી દીધો. જે બેટથી વાસુની પીટાઈ કરી હતી તેને શાળામાં છૂપાવી દીધુ અને સ્ટમ્પ તથા ચકલીને બાળી મૂક્યાં. વોર્ડને સ્ટડી હોલમાં જ્યારે બાળકોની ગણતરી કરી તો વાસુ બેહોશીની હાલતમાં જોવા મળ્યો. તેને ઉઠાડતા જ તે ઉલ્ટી કરવા લાગ્યો. અફરાતફરીમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. 


પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે વિભિન્ન કલમો હેઠળ કેસ દાખલ કરી કોર્ટમાં રજુ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. પોલીસે આરોપી વિદ્યાર્થી શુભાંકર, લક્ષ્મણ, પ્રવીણ, અશોક સોલોમન પીટી ટીચર, અને વોર્ડન અજયકુમારની ધરપકડ કરી છે. 


પોલીસે આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા બેટ, સ્ટમ્પ, ચકલીઓની અડધી બળેલી લાકડી તથા રાખને કબ્જામાં લીધા છે. પોલીસે એકેડેમીના સંચાલક સ્ટીફન સરકાર વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી  કરી નથી, જેનાથી પોલીસની ભૂમિકા પર શંકા ઉઠી છે. જ્યારે પુત્રના મોતથી પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. 


જુઓ LIVE TV


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...