Corona: 30 રાજ્યોમાં એક સપ્તાહથી કેસમાં સતત ઘટાડો, સરકારે કહ્યું- આ પોઝિટિવ ટ્રેન્ડ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના બ્રીફિંગમાં જણાવ્યું કે, એક્ટિવ કેસમાં 50 ટકાનો ઘટાડો થયો છે. એક દિવસમાં 1.3 લાખ એક્ટિવ કેસ ઘટ્યા છે. 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં છેલ્લા એક સપ્તાહથી કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસની બીજી લહેરે એપ્રિલ મહિનામાં ખુબ તબાહી મચાવી હતી. હવે આ લહેર ખાત્મા તરફ આગળ વધી રહી છે. છેલ્લા ઘણા દિવસથી દરરોજ સામે આવી રહેલા કેસની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આંકડા જોઈને લાગે છે કે બીજી લહેરની પિક પૂરી થઈ ગઈ છે. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો હજુ એલર્ટ છે અને લૉકડાઉનમાં એક સાથે છૂટ આપી રહી નથી. છેલ્લા એક સપ્તાહથી 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. 28 મેથી દરરોજ નવા કેસની સંખ્યા બે લાખથી નીચે રહી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના બ્રીફિંગમાં જણાવ્યું કે, એક્ટિવ કેસમાં 50 ટકાનો ઘટાડો થયો છે. એક દિવસમાં 1.3 લાખ એક્ટિવ કેસ ઘટ્યા છે. 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં છેલ્લા એક સપ્તાહથી કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, જે પોઝિટિવ ટ્રેન્ડ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,27,000 કેસ સામે આવ્યા છે. 28 મેથી નવા કેસ બે લાખની નીચે રહ્યાં છે. સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. લવ અગ્રવાલે કોરોનાના આંકડાની જાણકારી આપતા કહ્યું- કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા દરરોજ નોંધાતા કેસ કરતા વધુ છે. 92 ટકા રિકવરી રેટની સાથે એવરેજ ટેસ્ટિંગની સંખ્યા 20 લાખે પહોંચી ગઈ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube