લંડન : વિજય માલ્યાની ફોર્સ ઇન્ડિયાના અયોગ્ય વેચાણ પ્રક્રિયાથી 13 ભારતીય બેંકો સાથે ગબંધનને ચાર કરોડ પાઉન્ડનું નુકસાન થયુ. ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિની ફોર્મ્યુલા વન રેસિંગ ટીમને અધિગ્રહણના પ્રયાસમાં લાગેલા બે બીડરમાંથી એકે આરોપ લગાવ્યો છે. રશિયાનાં એક સમુહ ઉરાલકેલીએ કહ્યું કે કંપની માટે તેની સૌથી ઉંચી બોલીને નજર અંદાજ કરીને તંત્ર દ્વારા સૌથી ઉંચી બોલીને નજર અંદાજ કરીને વધારે નાણા મેળવવા માટેની તક ગુમાવી દીધું. તેણે કહ્યું કે, આ વધારે રકમ ફોર્સ ઇન્ડિયાના શેર ધારકોને મળી શકી હોત. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉરાલકેલીના તંત્રના એફઆરપી સલાહની વિરુદ્ધ ગુરૂવારે લંડનની હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કંપનીએ બોલી પ્રક્રિયામાં પૂર્વાગ્રહ અને અસમાન વ્યવહારનો આરોપ લગાવતા કરોડો ડોલરના નુકસાનનો દાવો કરતા કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી છે. તંત્રએ જો કે જોર આપીને કહ્યું કે, બોલી પ્રક્રિયામાં નિષ્પક્ષતા અને પારદર્શતા વરતવામાં આવી. બોલી પ્રક્રિયાને પુર્ણ થયા બાદ ફોર્સ ઇન્ડિયાનો અધિકાર રેસિંગ પોઇન્ટ કંસોર્ટિયમ સમુહની આગેવાની કેનેડાના અબજપતિ લોરેન્સ સ્ટ્રોલ કરી રહ્યા છે. 

ઉરાલકેલીના વરિષ્ઠ સ્વતંત્ર નિર્દેષક પોલ જેમ્સ ઓસ્ટલિંગે કહ્યું કે, અમે સંપત્તીઓ અને વ્યાપારને પ્રાપ્ત કરવા માટે ખુબ જ ઉંચી બોલી લગાવવામાં આવી હતી. તેનો મોટા ભાગનો હિસ્સો હિતધારકોને જાય અને ટીમની પાસે ફરીથી વધારે મુડી થઇ જાય. અમે ગંભીર રૂપથી ચિંતિત છીએ કે આખરે તંત્રએ મહત્તમમાં મહત્તમ નાણા પ્રાપ્ત કરવા માટેની તક કેમ ગુમાવી દીધી.