ઉધમપુરઃ જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના સલાથિયા ચોક પર બુધવારે એક શંકાસ્પદ બ્લાસ્ટ થયો છે. ધમાકા બાદ ત્યાં ભાગદોડ જોવા મળી હતી. આ ઘટનાની માહિતી મળતા પોલીસની બોમ્બ વિરોધી સ્ક્વોડ અને એફએસએલની ટીમ પહોંચી હતી. અહીં બ્લાસ્ટ કેવી રીતે થયો તેની માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો પોલીસ આતંકી હુમલાના એંગલથી પણ તપાસ કરી રહી છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધી એક વ્યક્તિના મોત અને 13 લોકોને ઈજા પહોંચી છે. 


બપોરના સમયે થયો બ્લાસ્ટ
ઉધમપુરથી પ્રાપ્ત વિગત અનુસાર બુધવારે બપોરે બજારમાં આ બ્લાસ્ટ થયો હતો. ધમાકાનો અવાજ સંભળાતા લોકોમાં ભાગદોડ મચી હતી. બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત લોકોને પોલીસે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની ટીમ આસપાસના લોકો પાસેથી માહિતી મેળવવાનું શરૂ કરી હતી. મહત્વનું છે કે આ બ્લાસ્ટ શાકભાજી વેચતા વ્યક્તિની રેકડીમાં થયો હતો. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે પણ આ બ્લાસ્ટની જાણકારી આપી છે. તેઓ ડીસી ઇંદૂ ચિબ પાસેથી માહિતી મેળવી રહ્યાં છે. તો તંત્રએ પણ બ્લાસ્ટ બાદ તપાસના આદેશ આપ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube