નવી દિલ્હીઃ  Bipin Rawat Helicopter Crashes: તમિલનાડુના નીલગિરી જિલ્લાના કુન્નૂરમાં બુધવારે મોટી દુર્ઘટના થઈ છે અને ભારતીય વાયુસેનાનું એક હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. હેલીકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન વારત સહિત સેનાના અન્ય લોકો સવાર હતા. તેઓ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહ્યાં હતા. આ દુર્ઘટનામાં સીડીએસ જનરલ બિપિન રાવતનું નિધન થયું છે. સાથે તેમના પત્ની મધુલિકા રાવતનું પણ મૃત્યુ થયું છે. ભારતીય સેનાએ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી છે. 


14 લોકો હતા સવાર
હેલીકોપ્ટરમાં 14 લોકો સવાર હતા, જેમાંથી 9 લોકોના નામ સામે આવ્યા છે. હેલીકોપ્ટરમાં જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat) અને તેમના પત્ની મધુલિકા રાવત સિવાય ઘણા સીનિયર અધિકારી સામેલ હતા. દુર્ઘટનામાં અત્યાર સુધી 13 લોકોના મોત થવાના સમાચાર સામે આવી રહ્યા છે. બધાના મૃતદેહ કાઢી લેવામાં આવ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube