બાલેસર: જોધપુરના બાલેસર નજીક એક ભીષણ માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. અત્યાર સુધી મળતી જાણકારી અનુસાર આ માર્ગ અકસ્માતમાં એક ડર્ઝનથી વધારે લોકો ઘયાલ થયા છે. સમાચાર અનુસાર બાલેસર સ્ટેશન વિસ્તારના ઢાઢણિયા પાસે એનએસઆઇ 125 પર બસ તેમજ બોલેરોમાં ભીષણ ટક્કર થઇ હતી. ત્યારે આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Video: કુપવાડા પાસે LoC પર ઘૂસણખોરી કરતા જોવા મળ્યા 5-6 પાકિસ્તાની આતંકી


જ્યારે આ દુર્ઘટનામાં મૃતક તેમજ એક ડર્ઝન ઘાયલ થવાની જાણકારી પોલીસને મળી તો તેઓ તાત્કાલીક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે ઘાયલોને રાજકીય હોસ્પિટલ બાલેસર લઇ ગઇ છે. લોકોનું માનીએ તો ટક્કર એટલી ભીષણ હતી કે મોતનો આંકડો વધી શકે છે. સાથે જ પોલીસ, મૃતક તેમજ ઈજાગ્રસ્તોના નામની યાદી બનાવી રહી છે.


આ પણ વાંચો:- UNGAમાં ભાષણ પૂર્ણ કરી નીકળી જશે PM મોદી, નહીં સાંભળે ઇમરાન ખાનની સ્પીચ


તમને જણાવી દઇએ કે, ગુરૂવારે રાજસ્થાનના જોબનેર વિસ્તારમાં સામેથી આવી રહેલા ટ્રકની સાથે એક જીપની ટક્કર થતા 7 લોકોના મોત થયા હતા. મૃતકમાં ચાર પુરૂષ અને ત્રણ મહિલાઓ સામેલ હતી. ત્યારે આ દૂર્ઘટનાની જાણકારી બાદ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વાહનમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢ્યા હતા.


આ પણ વાંચો:- Video: હાફિઝ સઈદ પર Zee મીડિયાનો સવાલ સાંભળી ભાગ્યા પાકિસ્તાનના વિદેશ મંત્રી


પોલીસ અધિકારીઓએ પૂષ્ટી કરી હતી કે આ પરિવાર અસલપુર ખાતલિયાની ધાણીથી કાઝીપુર જઇ રહ્યો હતો. તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે, જીપનું એન્જિન ગાડીના મુખ્યભાગથી અલગ થઇ થોડા મીટર દુર જઇને પડ્યું હતું. એટલું જ નહીં રાજ્યના મુખ્યમંત્રી અશોક ગહેલોતે અકસ્માતમાં મોતને ભેટેલા લોકો પ્રતિ શોક વ્યક્ત કર્યો હતો.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...