Minor girl sexually assaulted by 80 people: મહિલાઓ વિરૂદ્ધ થનાર ગુનાઓ સામે લડવા માટે કાયદો કડક બનાવવાની મુહિમ ઘણા વર્ષોથી ચાલી રહી છે. ઘણા ફેરફાર પણ થયા. પરંતુ મહિલાઓના વિરૂદ્ધ થનાર દર્દનાક ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. એકવાર ફરી 13 વર્ષની માસૂમને 1 અથવા 2 નહી પરંતુ 80 લોકોએ યૌન શોષણનો શિકાર બનાવવામાં આવી છે. આ દિલ હચમચાવી દેનાર ઘટના આંધ્ર પ્રદેશના ગુંટૂરમાં થઇ છે. જ્યાં પોલીસે આ મામલે 74 આરોપીઓની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 મહિનામાં ઘણીવાર થયો રેપ
ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના રિપોર્ટ અનુસાર 13 વર્ષને બાળકીને ગત આઠ મહિનામાં આંધ્ર પ્રદેશ અને તેલંગાણા અલગ-અલગ વેશ્યાલયોમાં મોકલવામાં આવી હતી. આ કદાચ પહેલીવાર છે જ્યારે રાજ્યમાં એક કિશોર છોકરીના બળાત્કારના કેસમાં 80 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. 


74 ની થઇ ધરપકડ
આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લામાં કિશોર છોકરી સાથે દુષ્કર્મના કેસમાં મંગળવારે વધુ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આ સાથે જ ગેંગ, દલાલ અને ગ્રાહકો સહિત ધરપકડ કરવામાં આવી અને આરોપીઓની સંખ્યા વધીને 74 થઇ ગઇ છે.  


અનાથ બાળકીને લીધી દત્તક, પછી વેચી દીધી
આ બાળકીની કહાણી એટલી દર્દનાક છે કે સાંભળનારાના રૂવાંડા ઉભા થઇ જશે. સમાચાર અનુસાર પોલીસે જણાવ્યું કે કિશોર છોકરીને એક મહિલા દ્રારા દત્તક લેવામાં આવી હતી. જોકે જૂન 2021 માં છોકરીની માતાને કોરોના થયો હતો. જેના લીધે તે હોસ્પિટલમાં ભરતી હતી. મહિલાને છોકરીની માતા સાથે મિત્રતા થઇ હતી. છોકરીની માતાનું મૃત્યું કોવિડ 19 ના કારને થયું અને તે મુખ્ય આરોપી સ્વર્ણ કુમારીએ તેને દત્તક લીધી હતી. 


ત્યારબાદ તેણે તે છોકરીને વેશ્યાવૃત્તિ માટે મજબૂર કરી. ઓગસ્ટ 2021 માં છોકરીના પિતા દ્રારા ફરિયાદ દાખલ કરવ્યા બાદ પોલીસ હરકતમાં આવી અને છોકરીને શોધી. હજુ પણ 6 આરોપી ફરાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube