Jharkhand: ધનબાદના આશીર્વાદ ટાવરમાં લાગી ભીષણ આગ, 14ના મોત, 18 લોકો ઈજાગ્રસ્ત
ધનબાદના આશીર્વાદ ટાવરમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી છે. આ આગને કારણે અત્યાર સુધી 14 જેટલા લોકોના મોત થયા છે. જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે.
ધનબાદઃ ઝારખંડના ધનબાદમાં એક બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. જાણવા મળી રહ્યું છે કે ધનબાદ સ્થિત આશીર્વાદ ટાવરમાં આગ લાગી છે. આ ઘટના બાદ ઇમારતમાં અફરા-તફરીનો માહોલ છે. દુર્ઘટનામાં અત્યાર સુધી 14 લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચી છે. આગ લાગવાની માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ રાહત અને બચાવ કામગીરી માટે પહોંચ્યા છે. આ અગ્નિકાંડમાં ચાર ફ્લેટ સળગીને ખાખ થઈ ગયા છે.
મૃત્યુ પામનારમાં 8 મહિલાઓ અને ચાર બાળકો સામેલ છે. 18 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો વધુ ભોગ બન્યા છે. સત્તવાર સૂત્રોનું કહેવું છે કે મૃત્યુ પામનારની સંખ્યા વધી શકે છે કારણ કે ઈમારતમાં હજુ ઘણા લોકો ફસાયેલા છે. ડરાવનારી વાત છે કે આ ઇમારતમાં આગ નીચેથી લાગી જે ઉપર સુધી પહોંચી છે. અત્યાર સુધી ચાર ફ્લેટ તો સળગી ગયા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube