આતંકવાદની વિરુદ્ધ ઓપરેશનમાં અત્યાર સુધી 142 આતંકવાદી ઠાર: CRPF
કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ દ્વારા નિ:શસ્ત્ર પોલીસ કર્મચારીઓને નિશાન બનાવવાનાં નિશાન પર તેમણે કહ્યું કે આ એટલા માટે છે કારણ કે આતંકવાદીઓ હતાશ છે
જમ્મુ : કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ના મહાનિર્દેશક (ડીજી) આર.આર ભટનાગરે શુક્રવારે જણાવ્યું કે, આ વર્ષે આતંકવાદ વિરોધી અભિયાનોમાં ઓછામાં ઓછા 142 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. તેમણે અહીં પત્રકારોને જણાવ્યું કે આશરે 200-250 આતંકવાદીઓ હજી પણ કાશ્મીર ખીણમાં સક્રિય છે. ડીજીએ કહ્યું કે, વર્ષ 2016-17ની તુલનામાં આ વર્ષે કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સારી છે અને જવાનોનાં ઘાયલ થવાની સંખ્યાઓમાં ઘટાડો આવ્યો છે.
ડીજીએ જણાવ્યું કે, દળે મદદગાર નામની એક હેલ્પલાઇન ચાલુ કરી છે જેનો ઇરાદો યુવાનોને આતંકવાદીઓની સાથે જોડવા મુદ્દે હતોત્સાહિત કરવાનું છે. આ પ્રયાસ હેઠળ છેલ્લા એક વર્ષ દરમિયાન અઢી લાખ ફોન આવ્યા. તેમણે કહ્યું કે, આતંકવાદીઓ હતાશ છે.એટલા માટે તેઓ નિશસ્ત્ર સુરક્ષાકર્મચારીઓ અને તેમનાં પરિવારોને નિશાન બનાવી રહ્યા છે. ભટનાગરે કહ્યું કે, અમારુ સુરક્ષા તંત્ર સારુ છે અને કાયદો અને વ્યવસ્થા (કાશ્મીરમાં)ના મોર્ચા પર સુરક્ષાની પરિસ્થિતી સારી છે. આગામી દિવસોમાં દળમાં બળ અને સારુ પ્રદર્શન કરશે.
ડીજીએ કહ્યું કે, માત્ર આ જ વર્ષે 142 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે અને ગત્ત વર્ષે પણ પરિણામો સારા હતા. સુરક્ષાની સ્થિતી અંગે પુછવામાં આવ્યું કે ડીજીએ કહ્યું, આતંકવાદ અને કાયદો વ્યવસ્થા માટે કાશ્મીરમાં બે મોટા પડકારો છે. આ પડકારોમાં પથ્થરમારો, બંધ અને હડતાળનો સમાવેશ થાય છે, અને તેઓ આની સામે સખતાઇથી આગળ વધી રહ્યા છે. ભટનાગરે કહ્યું કે, અમે પ્રભાવી પદ્ધતીથી આ પડકારો સામે લડી રહ્યા છીએ.પોતાનાં સહયોગી સુરક્ષા એજન્સીઓની સાથે અમારો સારો તાલમેલ છે. સુરક્ષા દળ પોતાનાં લક્ષ્યોની અનુરૂપ આવી સ્થિતીનો ઉકેલ લાવવામાં સફળ રહ્યા છે.
કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ દ્વારા નિ:શસ્ત્ર પોલીસ કર્મચારીઓને નિશાન બનાવવાના સવાલ અંગે તેમણે કહ્યું કેએટલા માટે કારણ કે આતંકવાદીઓ હતાશ છે. નિશસ્ત્ર પોલીસ કર્મચારી અને સીઆરપીએફ કર્મચારીઓને તેમનાં ઘરોમાં નિશાન બનાવીને કાયરતાપુર્ણ હરકતો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, દરેક બલિદાનની સાથે દળ આતંકવાદના ખાત્માની દિશામાં વધારે દ્રઢ બની રહ્યું છે તથા અમારૂ દળ તેની સાથે કડકાઇથી વર્તશે.