નવી દિલ્હીઃ ભારતમાં બાળ મજૂરી કરતા મોટાભાગના બાળકો કોઈ ફેક્ટરી કે વર્કશોપમાં કામ કરતા નથી. તેઓ શહેરી વિસ્તારોમાં ઘરેલી નોકર કે ગલીઓમાં લારીમાં સામાન વેચવાનું પણ કામ કરતા નથી, પરંતુ સૌથી વધુ બાળકો ખેતરોમાં કામ કરે છે. તેઓ ખેતરમાં વાવાણી, કાપણી, ઊભા પાક પર દવા છાંટવી, ખાતર નાખવું, પશુઓ અને છોડની દેખભાળ કરવી જેવા કામ કરે છે. ભારતમાં બાળકો માટે કામ કરતી સંસ્થા ક્રાઈએ આ માહિતી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંતરરાષ્ટ્રીય બાળ મજૂરી વિરોધ દિવસ પ્રસંગે આપેલા એક નિવેદનમાં સંસ્થાએ 2011ની વસતીગણતરીના આધારે 2016માં તેના દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણનો એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે, "દેશમાં 18 વર્ષની નાની ઉંમરના 62.5 ટકા બાળકો ખેતી કે તેની સાથે સંકળાયેલા અન્ય વ્યવસાયોમાં કામ કરે છે. કામ કરતા 4.03 કરોડ બાળકો અને કિશોરોમાંથી 2.52 કરોડ બાળકો કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે." 


હાઈપરસોનિક એરવ્હીકલઃ ભારત બન્યો વિશ્વનો ચોથો દેશ, DRDOની મોટી સફળતા 


તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (International Labour Organisation-ILO) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં લગભગ 15.20 કરોડ બાળકો બાળ મજૂરી કરે છે. બાળ મજૂરી કરતા દર 10માંથી 7 બાળક ખેતી કે તેની સાથે સંકળાયેલા વ્યવસાયમાં કામ કરે છે. એટલે કે ભારતમાં 60 ટકા કરતા વધુ બાળકો ખેતીના વ્યવસાય સાથે સંબંધિત કાર્યોમાં બાળ મજૂરી કરે છે. સંસ્થાના અનુસાર સમગ્ર દુનિયામાં ખેતી બીજો સૌથી ખતરનાક વ્યવસાય છે. 


સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્રમાં ત્રણ તલાકનો નવો ખરડો રજૂ કરશે મોદી સરકાર


ક્રાઈના અનુસાર બાળકોના કામ અને શિક્ષણ વચ્ચે સંતુલન જાળવવામાં ઘણા બધા પડકારો છે. 2011ની વસતી ગણતરીના આંકડા અનુસાર, શિક્ષણનો અધિકાર કાયદાની જોગવાઈ છતાં પણ ખેતરોમાં મજૂરી કરતા બહુ ઓછા બાળકો પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે છે. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...