`હું ઉત્સુક છું, નર્વસ છું, વ્યાકૂળ છું, અધીર છું કારણ કે..`, PM ના ભાષણની 15 મહત્વપૂર્ણ વાતો
પહેલાં પીએમ મોદીએ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. વડાપ્રધાન તરીકે નરેંદ્ર મોદી પાંચમી વાર લાલ કિલા પરથી દેશને સંબોધિત કર્યો.
નવી દિલ્હી: 72મા સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ લાલ કિલાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કર્યો. તે પહેલાં પીએમ મોદીએ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. વડાપ્રધાન તરીકે નરેંદ્ર મોદી પાંચમી વાર લાલ કિલા પરથી દેશને સંબોધિત કર્યો. વડાપ્રધાને આ દરમિયાન દેશમાં દરેક ક્ષેત્રમાં થયેલા વિકાસને જનતા સમક્ષ મૂક્યો. તેમણે સરકારના ગત ચાર વર્ષોની ઉપલબ્ધિઓને પણ ગણાવી. તેમના સંબોધનની 15 વાતો.
વડાપ્રધાનમંત્રીએ કવિતા વાંચતાં દેશની શક્તિનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે 'અમને અટકાવવું મંજૂર નથી, ઝુકવું અમારો સ્વભાવ નથી. તેમણે કહ્યું કે આ દેશ ના અટકશે ના ઝુકશે.
તેમણે કહ્યું કે આજનો સૂર્યોદય એક નવી ઉમંગ, ચેતનાને લઇને આવ્યો છે. આઝાદીનો આ પર્વ આપણે ઉજવી રહ્યા છે, જ્યારે આપણી દિકરીઓ સાત સમુંદરને પાર કર્યો અને તિરંગો ફરકાવ્યો. એવરેસ્ટ વિજયને ખૂબ આપ્યા, પરંતુ આ આઝાદીના પર્વ પર આ વાતને યાદ કરીશ કે સુદૂર આપણા જંગલોમાં રહેતા નાના બાળકોએ એવરેસ્ટ પર તિરંગો ફરકાવી તેની શાન વધારી.
પીમ મોદીએ અંતરિક્ષના ક્ષેત્રમાં ભારતની ઉપલબ્ધિઓ ગણાવી. તેમણે કહ્યું કે અમે 2022 સુધી દેશના દિકરા-દીકરીઓને અંતરિક્ષ સુધી પહોંચાડીશું.
મોદીએ કાશ્મીરના મુદ્દા પર કહ્યું કે અમે ગોળી અને ગાળના માર્ગે નહી પરંતુ ગળે લગાવીને આગળ વધવા માંગીએ છીએ. આગામી કેટલાક મહિનાઓમાં કાશ્મીરમાં ગામના લોકોને પોતાનો હક વ્યક્ત કરવાની તક મળશે અને પંચાયતની ચૂંટણી થશે.
આજે હું જાહેરાત કરું છું કે સેનામાં શોર્ટ સર્વિસ કમિશન દ્વારા મહિલાને હવે સ્થાયી કમિશન મળશે.
તેમણે કહ્યું કે મારા વિશે ઘણું બધુ કહેવામાં આવે છે, પરંતુ હું આજે ઉત્સુક છું. બાળકોના વિકાસમાં કુપોષણ અવરોધ બન્યો છે. મારા દેશને કુપોષણથી મુક્ત કરવો છે. હું વ્યાકુળ છું કે ગરીબ બિમારીઓ વચ્ચે જીવી રહ્યો છે.
પહેલાં 25 રૂપિયા ઘઉં 2 રૂપિયામાં, 30 રૂપિયાના ચોખા 3 રૂપિયામાં આપવામાં આવતા હતા. પરંતુ ગરીબોને મળનાર આ હક છીનવી લેવામાં આવતો હતો. અમારી સરકાર દેશના ગરીબો માટે કામ કરે છે.
વડાપ્રધાને કહ્યું કે દેશમાં ઇમાનદારીથી ટેક્સ ચૂકવનારા કરદાતાઓએ વિકાસમં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. જીએસટી બાદ 70 લાખ કરદાતાઓનો આંકડો એક કરોડ સુધી પહોંચી ગયો. બધી સરકારી યોજનાઓનો શ્રેય તે કરદાતાઓને જાય છે.
તેમણે કહ્યું કે 'એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ સારો રિપોર્ટ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ગત બે વર્ષમાં પાંચ કરોડ ગરીબ ગરીબી રેખાથી બહાર આવ્યા. અમે અમારા ચાર વર્ષોમાં દેશના ગરીબોને સશક્ત બનાવવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન હેઠળ દેશના 10 કરોડ પરિવારોને સારી સારવાર મળશે. દરેક પરિવારને દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઇંશ્યોરેંસ આપવાની યોજના છે.
મહાત્મા ગાંધીની આવતા વર્ષે 150મી જન્મતિથિ પર દેશમાં સ્વચ્છતાના ક્ષેત્રમાં ઘણા મુકામ સ્થાપિત થશે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીએ સત્યાગ્રહી તૈયાર કર્યા હતા, તેમની પ્રેરણાએ સ્વચ્છાગ્રહી તૈયાર કર્યા.
પીએમએ કહ્યું કે ભારત આજે આંતરરાષ્ટ્રીય સોલાર એલાયંસનું નેતૃત્વ કરી રહ્યો છે. પીએમે કહ્યું કે ભારત આજે આંતરરાષ્ટ્રીય સોલાર એલાયંસનું નેતૃત્વ કરી રહ્યો છે. આજે ભારત દુનિયામાં ગમે ત્યાં પગ મુકે છે તો તેનું સ્વાગત થાય છે.
આંબેડકરના નેતૃત્વમાં દેશમાં આઝાદી બાદ સમાવેશ સંવિધાન બનાવવામાં આવ્યું. બાબા સાહેબ આંબેડકરે દેશના ગરીબો અને વંચિતોને ન્યાય અપાવનાર સંવિધાનની રચના કરી.
પીએમ મોદીએ કહ્યું કે આવતા વર્ષે બૈશાખીના તહેવાર પર જલિયાવાલા બાગ કાંડને 100 વર્ષ પુરા થશે. હું તે લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, જેમણે ત્યારે પોતાનો જીવ ગુમાવ્યો. 2014માં દેશના સવા સો કરોડ નાગરિક સરકાર બનાવી અટક્યા ન હતા, તે દેશ બનાવવામાં જોડાયા છે અને જોડાયેલા રહેશે.
દેશના 125 કરોડ નાગરિક એક સંકલ્પ માટે આગળ વધે તો શું ન થઇ શકે. દુનિયામાં હવે ભારત માટે કહેવામાં આવે છે કે સૂતેલો હાથી હવે જાગી ચૂક્યો છે. ઝડપથી આગળ વધી રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે પહેલા ફાઇલો લટકતી હતી, પરંતુ અમે નિર્ણય લીધો કે ખેડૂતોને એમએસપીનો લાભ મળવો જોઇએ.