નવી દિલ્હી: દિવાળી જતાં જ લગ્નની સિઝન આવી જાય છે અને લોકો શુભ મુહૂર્ત જોઇ લગ્નની તૈયારીઓમાં લાગી જાય છે. એવામાં અમે તમારા માટે કેટલાક શુભ મુહૂર્ત નિકાળી રાખ્યા છે. તમને જણાવી દઇએ કે આ સીઝનમાં 19 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ફક્ત 15 મુહૂર્ત છે. જે મુહૂર્તને શુભ ગણવામાં આવે છે તે વખતે લગ્ન વધુ થાય છે. હિંદુઓમાં દેવઉઠી એકાદમી  (Devuthani Ekadashi) થી લગ્ન શરૂ થઇ જાય છે. આ વર્ષે 15 નવેમ્બરના રોજ દેવઉથી એકાદશીથી શુભકાર્ય પ્રારંભ થઇ જશે. પરંતુ આ વખતે લગ્નના મુહૂર્ત ઓછા છે એટલા માટે મોટાભાગે મેરેજ ગાર્ડન, હોટલમાં લોકોને મનપસંદ તારીખે બુકિંગ મળી રહ્યું નથી. પંડિતો પાસે પણ મુહૂર્તની તમામ તારીખો બુક થઇ ચૂકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલા દિવસોના છે મુહૂર્ત?
આ સીઝનમાં દેવઉઠી એકાદશી 15 નવેમ્બરના રોજ છે પરંતુ પહેલું મુહૂર્ત 19 નવેમ્બરના રોજ છે અને અંતિમ મુહૂર્ત 13 ડિસેમ્બરના રોજ છે. આ મુજબથી આ આગામી બે મહિનામાં ફક્ત 15 શુભ મુહૂર્ત જ છે. ત્યારબાદ આગામી વર્ષે 15 જાન્યુઆરી 2022 થી શુભ મુહૂર્ત શરૂ થશે. દેવઉઠી એકાદશી પર અબૂઝ મુહૂર્તના લીધે પણ ખૂબ લગ્ન થશે. 

Gauri Khan ના ભાઇને પસંદ ન હતા Shah Rukh Khan, બતાવી હતી બંદૂક અને આપી હતી ધમકી


આ રહેશે લગ્નના મુહૂર્ત
વર્ષ 2021 માં નવેમ્બર મહિનામાં (19, 20, 21, 26, 28, 29 અને 30) આ 7 તારીખો પર શુભ મુહૂર્ત છે. આ ઉપરાંત ડિસેમ્બર મહિનામાં 8 શુભ મુહૂર્ત છે જો કે 1, 2, 5, 6, 7, 11, 12 અને 13 તારીખે હશે.  

Petrol-Diesel Price પર સૌથી મોટી અપડેટ! 150 રૂપિયા સુધી મોંઘું થઇ શકે છે પેટ્રોલ


ફરી પરત ફરશે ખુશીઓની રોનક
દુનિયાભરમાં જ્યારથી કોરોના આવ્યો છે, ત્યારેક દરેક વ્યક્તિને નુકસાન વેઠવું પડ્યું છે. એવામાં તે વેપારીઓને ખાસ નુકસાન વેઠવું પડ્યું છે જે સીઝનલ વેપાર કરે છે. પરંતુ આ વખતે લગ્નની સિઝનમાં મેરેજ ગાર્ડન, હોટલથી માંડીને બેન્ડ, ઢોલ, કેટર્સ, રસોયા વગેરેને ખૂબ આશા છે કે જોકે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં સિમીત મુહૂર્ત છે. એવામાં હોટલ, રસોયા વગેરે લોકોને ભારે બુકિંગ મળી રહ્યું છે. પરંતુ જેમના ઘરમાં લગ્ન છે તેમને મેરેજ હોલનું બુકિંગ ન મળતાં હવે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આશા છે કે આ વખતે કોરોનાના કેસ ઓછા થતાં લોકો ખુલ્લા મને આ સીઝનનો આનંદ લેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube