નવી દિલ્હી: સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસના લીધે રોડ રેલ માર્ગ પર અસર જોવા મળી છે. લો વિજિલિબિટીના લીધે રસ્તા પર ગાડીઓ ધીમી ગતિએ દોડતી જોવા મળે છે. તો બીજી તરફ રેલમાર્ગ પર પણ તેની અસર જોવા મળી રહી છે. ઉત્તર રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી જાણકારી અનુસાર લગભગ 15 ટેનો ધુમ્મસના લીધે પોતાના નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી રહી છે. નિઝામુદ્દીન સંપૂર્ણ ક્રાંતિ 1.5 કલાક મોડી, જીટી એક્સપ્રેસ 5 કલાક મોડી, ફરક્કા એક્સપ્રેસ 6 કલાક મોડી ચાલી રહી છે, વૈશાલી એક્સપ્રેસ 3.5 કલાક મોડી ચાલી રહી છે. 



તો બીજી તરફ દિલ્હીમાં વાયુની ગુણવત્તા આજે પણ ખરાબ શ્રેણીમાં નોધાઇ છે. રાજધાનીમાં પીએમ 2.5નું લેવલ 244 અને પીએમ 10નું સ્તર 239 નોંધવામાં આવ્યું. એર ક્વોલિટી ઇંડેક્સના અનુસાર આ ખરાબ શ્રેણીમાં આવે છે.