ભુવનેશ્વર: ઓડિશામાં ફાની ચક્રવાતે 16 લોકોના ભોગ લીધા છે. શનિવારે મૃતકોની સંખ્યામાં વધારો થયો હતો. રાજ્યના લગભગ 10,000 ગામડાઓ અને 52 શહેરોમાં યુદ્ધસ્તરે રાહત અને પુર્નવાસનું કાર્ય ચાલુ છે. આ તોફાનથી લગભગ એક કરોડ લોકો પ્રભાવિત થયા છે. કહેવાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશામાં થયેલી તબાહીની સમીક્ષા કરવા માટે સોમવારે ઓડિશાની મુલાકાત લેવાના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ચક્રવાતી તોફાન ખુબ જ શક્તિશાળી હતું અને કાંઠા વિસ્તાર પુરીમાં તે શુક્રવારે ત્રાટક્યું હતું. કહેવાય છે કે આ ચક્રવાત ગ્રીષ્મકાલિન ચક્રવાતોમાં દુર્લભથી અતિ દુર્લભ શ્રેણીનું હતું અને 43 વર્ષોમાં પહેલીવાર ઓડિશા પહોંચનારું તથા ગત 150 વર્ષોમાં આવેલા ત્રણ સૌથી શક્તિશાળી તોફાનોમાંનું એક હતું. 


અધિકારીઓએ જણાવ્યું કે 240 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી રહેલા આ ભીષણ ચક્રવાતી તોફાનના કારણે શુક્રવારે પુરીમાં ખુબ વરસાદ પડ્યો અને પવન ફૂંકાયો હતો. તોફાન નબળુ પડતા અને પ.બંગાળ તરફ ફંટાતા પહેલા તેની ચપેટમાં આવેલા ગામડાઓ અને કસ્બાઓમાં અનેક ઘરોની છત ઉડી ગઈ અને કેટલાય મકાનો નષ્ટ થઈ ગયાં. આ અગાઉ 1999માં સુપર સાઈક્લોન આવ્યું હતું, જેના કારણે 10,000 લોકોના મોત થયા હતાં અને મોટા વિસ્તારમાં ભીષણ ક્ષતિ પણ થઈ હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...