નવી દિલ્હી : વર્ષના અંત સુધીમાં વિશ્વના સૌથી મોટા વ્યાપારીક જુથ અસ્તિત્વમાં આવી શકે છે. રવિવારે એશિયન દેશોના વ્યાપાર મંત્રીઓએ આ દિશામાં એક વધારે પગલું વધાર્યું. માનવામાં આવી રહ્યું છે કે આગામી થોડા મહિનાઓમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગે સામાન્ય સમંતી સધાઇ શકે છે. રીઝનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (RCEP) તરીકે 16 દેશોના મંત્રીઓએ રવિવારે ટોક્યોમાં મુલાકાત કરી અને આંતરિક મતભેદોને દુર કરવાનો પ્રયાસ કર્યો. ખાસ વાત છે કે આ જુથમાં ભારત, ચીન, જાપાનનો સમાવેશ થાય છે જ્યારે અમેરિકા નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક રિપોર્ટ અનુસાર સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાપાનનાં ટ્રેડ મિનિસ્ટર હિરોશિગે સેકોએ કહ્યું કે, એગ્રીમેન્ટનો માર્ગ હવે સંપુર્ણ રીતે સ્પષ્ટ થઇ રહ્યું છે. જેમ જેમ સંરક્ષણવાદ વિશ્વમાં વધી રહ્યો છે, એશિયન ક્ષેત્ર માટે તે મહત્વપુર્ણ થઇ ગયું છે કે અમે ફ્રી ટ્રેડ હેઠળ આગળ વધીએ. આ પાર્ટનરશિપમાં આસિયાનનાં 10 સભ્ય દેશો ઉપરાંત દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો પણ સમાવેશ થાય છે. સૌથી મહત્વની બાબત છે કે આ પાર્ટનરશિપ વિશ્વનાં એક ત્રૃતિયાંશ અર્થવ્યવસ્થા અને લગભગ અડધી વસ્તીને કવર કરે છે. આમ તો તે વાતની સંભાવના નથી કે આ પેક્ટ આ વર્ષની શરૂઆતમાં બનેલ 11 દેશોનાં કોમ્પ્રિહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર ટ્રાન્સ પૈસફિક પાર્ટરનરશીપની જેમ લેબર  અને પર્યાવરણ સંરક્ષણવાદ જેવા ક્ષેત્રમાં ઉચ્ચ માનકોને લાગુ કરશે. 

હાલ દેશોની વચ્ચે સામાન્ય સંમતી સાધવાના પ્રયાસો થઇ રહ્યા છે. સૌથી મોટી બાધામાં ભારતની તે જરૂરિયાતનો પણ સમાવેશ થાય છે જેનાં હેઠળ માંગ કરવામાં આવી રહી છે કે ગુડ્સ એન્ડ સર્વિસિઝ પર ટેરિફ્સને ઘટાડવાની કોઇ પણ સમજુતીમાં લોગોને રોકટોક વગર આવનજાવનની પરવાનગી પણ મળવી જોઇએ. 

ભારતે પોતાનાં ઉચ્ચ કુશળ આઇટી સેક્ટરનાં લોકો માટે આ પ્રકારની ફ્રીમુવમેન્ટની માંગ કરી છે. સિંગાપુરના ટ્રેડ મિનિસ્ટર ચાંગ ચુંગ સિંગે રવિવારે કહ્યું કે, હાલ ગ્લોબલ ટ્રેડિંગ સિસ્ટમ માટે આ એક મોટો પડકાર છે. આ આપણને પ્રેરણા આપે છે કે આપણે RCEP પ્રક્રિયાને નિષ્કર્ષ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે.