કેટલો ખતરનાક છે કોરોનાનો XBB સબ-વેરિએન્ટ? મહારાષ્ટ્રમાં 18 કેસ મળ્યા, ડોક્ટરે આપી ચેતવણી
તેના કારણે સિંગાપુરમાં કોવિડ કેસની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે અને હવે તે ભારતમાં પણ જોવા મળ્યો છે. આ વેરિએન્ટ હવે મહારાષ્ટ્ર, કેરલ અને અન્ય રાજ્યોમાં કોવિડના કેસમાં વૃદ્ધિનું કારણ બની શકે છે.
મુંબઈઃ XBB Sub-Variant Case In Maharashtra: મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે ઓમિક્રોનના નવા સબ-વેરિએન્ટના કેસ ઝડપથી સામે આવી રહ્યાં છે. રાજ્યમાં ઓક્ટોબરના પહેલા 15 દિવસમાં ઓમિક્રોનના એક્સબીબી સબ-વેરિએન્ટના અઢાર કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે આજે આ જાણકારી આપી છે. એક સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે તેમાંથી 13 કેસ પુણેમાં, બે-બે કેસ નાગપુર અને ઠાણેથી એક કેસ અને અકોલા જિલ્લામાં એક કેસ સામે આવ્યો છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 418 નવા કેસ સામે આવ્યા છે અને 3 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રની સરકારે તહેવારોની સીઝન જોતા લોકોને XBB વેરિએન્ટ માટે એલર્ટ કર્યાં છે અને કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે. મુંબઈ મહાનગર પાલિકાએ મંગળવારે એક એડવાઇઝરી જાહેર કરી લોકોને આગામી તહેવારોની સીઝન પહેલા કોવિડ-19થી બચાવના નિયમોનું પાલન કરવાનો આગ્રહ કર્યો જેથી વધતા કેસને રોકી શકાય. ઓક્ટોબરના બીજા સપ્તાહ સુધી મુંબઈમાં દૈનિક કેસમાં વૃદ્ધિ જોવા મળી છે.
XBB સબ-વેરિએન્ટનો ખતરો વધ્યો
આ વચ્ચે ઓમિક્રોનના નવા સબ-વેરિએન્ટ XBB નો ખતરો વધી ગયો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી XBB ના 18 કેસ સામે આવી ચુક્યાં છે. નિષ્ણાંતોનું કહેવું છે કે XBB અન્ય બધા સબ-વેરિએન્ટ પર વાહી છે. તે દુનિયામાં ઘણી જગ્યાએ જોવા મળ્યો છે. એક્સબીબી ઓમિક્રોનના BA.2.75 અને BJ.1 સબ-વેરિએન્ટનો એક હાઇબ્રિડ છે.
આ પણ વાંચોઃ માનવતા મરી પડી.... લાચાર પિતા બાઇકની ડેકીમાં લઈ ગયા બાળકનું શબ, રડાવી દેશે આ VIDEO
શું કહે છે ડોક્ટર?
સીઆઈઆઈ પબ્લિક હેલ્થ કાઉન્સિલના અધ્યક્ષ અને એમ્સના પૂર્વ ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે કોવિડ-19ના નવા વેરિએન્ટની આશા કરવામાં આવી રહી છે, જેમાં મ્યૂટેશન થવાની પ્રવૃત્તિ છે. હવે સ્થિતિ અલગ છે, પહેલા કોઈ રસીકરણ નહોતું, પરંતુ હવે લોકોને રસી લાગી છે અને વાયરસ વિરુદ્ધ ઇમ્યુનિટી વિકસિત થઈ છે.
બહાર જાવ તો માસ્ક લગાવો
ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે જો તમે બહાર જઈ રહ્યાં છો અને વિશેષ કરીને ભીડવાળી જગ્યા પર તો માસ્ક જરૂર પહેરો. વૃદ્ધિઓ બજાર જવાથી બચવુ જોઈએ કારણ કે તેમાં સંક્રમણ ફેલાવાની સંભાવના વધુ હોય છે. પરંતુ હોસ્પિટલમાં દાખલ થવા અને આઈસીયૂમાં શિફ્ટ થવાની સંભાવના ઓછી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube