મોદી સરકારમાં ગુજરાત કેડરના રેકોર્ડબ્રેક બ્યુરોક્રેટ, જાણો અત્યારે કેટલા અને પહેલા સૌથી વધુ ક્યારે હતા
મોદીરાજમાં ગુજરાતનો દરેક રીતે દબદબો વધ્યો છે. પછી તે કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રીઓ તરીકે હોય કે સુપ્રીમ કોર્ટમાં જજ...કે પછી બ્યુરોક્રેટ્સની વાત હોય. તમને જણાવી દઈએ કે હાલની સ્થિતિ જોઈએ તો કેન્દ્રમાં ગુજરાતથી 22 ટકા અધિકારીઓ અલગ અલગ વિભાગોમાં કાર્યરત છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટમાં પણ પહેલીવાર 2 જસ્ટિસ ગુજરાતથી છે.
મોદીરાજમાં ગુજરાતનો દરેક રીતે દબદબો વધ્યો છે. પછી તે કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રીઓ તરીકે હોય કે સુપ્રીમ કોર્ટમાં જજ...કે પછી બ્યુરોક્રેટ્સની વાત હોય. તમને જણાવી દઈએ કે હાલની સ્થિતિ જોઈએ તો કેન્દ્રમાં ગુજરાતથી 22 ટકા અધિકારીઓ અલગ અલગ વિભાગોમાં કાર્યરત છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટમાં પણ પહેલીવાર 2 જસ્ટિસ ગુજરાતથી છે. હાલ મોદી સરકારમાં ગુજરાત કેડરના 90 જેટલા અધિકારીઓ કાર્યરત છે.
છેલ્લા 75 વર્ષમાં કેન્દ્રીય સ્તરે 18 વખત સત્તા બદલાઈ. પરંતુ આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે ગુજરાત કેડરના સૌથી વધુ 90 જેટલા બ્યુરોક્રેટ (નોકરશાહો) મોદી સરકારમાં છે. આ અધિકારીઓ અલગ અલગ સ્તરે એટલે કે પીએમઓ, વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય, સીબીઆઈ, રો, આઈબી, બીએસએફ વગેરેમાં કાર્યરત છે. આ 90 અધિકારીઓમાંથી 19 જેટલા આઈએએસ અધિકારીઓ છે. પહેલાની સરકાર વિશે વાત કરીએ તો મોદી સરકાર સિવાય સૌથી વધુ ગુજરાત કેડરના અધિકારીઓ મનમોહન સિંહની સરકારમાં હતા. તે વખતે 9 અધિકારીઓ કેન્દ્ર સરકારમાં કાર્યરત હતા.
આ અધિકારીઓ કાર્યરત
મોદી સરકારમાં હાલ ગુજરાત કેડરના જે અધિકારીઓ કાર્યરત છે તેઓ Comptroller and Auditor General of India છે. આ ઉપરાંત ટ્રાઈના ચેરમેન પી ડી વાઘેલા, એનડીઆરએફમાં અતુલ કરવાલ, RAW માં હિમાંશુ શુક્લા, IB માં દિવ્ય મિશ્રા, CISF માં સચિન બાદશાહ, CBI માં મનોજ શશીધર, નેશનલ હેલ્થ ઓથોરિટીમાં વિપુલ અગ્રવાલ, પીએમના અગ્રસચિવ તરીકે પી કે મિશ્રા, પીએમઓમાં ઓએસડી હિરેન જોશી, સંજય ભાવસાર, પીએમઓમાં ઉપસચિવ ચિરાગ પંચાલ, વગેરે સામેલ છે.
મોદી સરકારમાં ગુજરાતનો દબદબો, સૌથી વધુ 8 મંત્રી, જાણો ઈન્દિરા ગાંધીના સમયમાં કેટલા
PM મોદીના પ્રવાસ વચ્ચે USA એ H-1B વિઝા માટે રજૂ કર્યો નવો પ્લાન, ભારતીયોને ફાયદો
બાજરાની કેક, મશરૂમ...પીએમ મોદી માટેના ડિનરમાં એકદમ વિશેષ વાનગીઓ
આ અગાઉ મનમોહન સરકારની વાત કરીએ તો તે સમયે ગુજરાત કેડરના 9 આઈએએસ અધિકારીઓ કાર્યરત હતા જેમાં અમરજિત સિંહ, અશોક ચાવલા, ગૌરીકુમાર, અસીમ ખુરાના, રાજીવ ટકરૂ, રાજીવ ટોપનો, રીટા તેવતિયા, પ્રદીપ પૂજારી, વિજયા લક્ષ્મી જોશી હતા.
હાલ સુપ્રીમ કોર્ટમાં પણ ગુજરાતથી બે જસ્ટિસ છે જેમાં જસ્ટિસ બેલાબેન એમ ત્રિવેદી અને જસ્ટિસ જે બી પારડીવાલા સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube