નવી દિલ્હી : હરિયાણાના હિસાર જિલ્લાના બાલસમંદ ગામમાં 70 ફુટ સાંકડા બોરવેલમાં પડેલા 18 મહિનાના બાળકને રાહત કર્મચારીઓએ બચાવી લીધા છે. આ બાળકો બુધવારે બોરવેલમાં પડી ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ રાહત કર્મચારીઓ તેને કાઢવા માટેના સતત પ્રયાસો કરી રહ્યા હતા. બોરવેલથી બાળક નિકળ્યા બાદ બોરવેલની સમાંતર કુવો ખોદવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યાસીન મલિકનાં સંગઠન JKLF પર દાખલ છે 37 FIR, સરકારે પ્રતિબંધ ઠોક્યો

એએનઆઇના અનુસાર શુક્રવારે સાંજે બચાવ અભિયાનની ટીમે બાળકોને સુરક્ષીત બહાર કાઢી લેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મજદુરનો પુત્ર નદીમ ખાન બુધવારે બોરવેલમાં પડી ગયો હતો. તે મજુરનો સૌથી નાનો પુત્ર છે. આ સંબંધમાં હિસારનાં ડીએસપી જોગિંદર સિંહે કહ્યું કે, વ્યાપક સ્તર પર ચલાવાયેલા બચાવ અભિયાન બાદ બોરવેલથી કાઢવામાં આવ્યો. બાળક સ્વસ્થ પ્રતીત થઇ રહ્યો છે. ઘટના સ્થળ પર હાજર એમ્બ્યુલેન્સ તેને તુરંત જ હોસ્પિટલ લઇ ગઇ. જ્યાં ડોક્ટર તેની ડોક્ટરી તપાસ કરશે. 


મહાગઠબંધને કનૈયા કુમારને ન આપ્યો ભાવ, તેજસ્વી યાદવને મોટી ભુમિકા !

અધિકારીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય આપદા મોચન દળ (એનડીઆરએફ) અને સેનાનાં વિશેષજ્ઞોના એક દળ દ્વારા ચલાવાઇ રહેલા બચાવ અભિયાનમાં અસૈન્ય અને પોલીસ અધિકારી મદદ કરી રહ્યા હતા. જ્યારે બચાવ કર્મચારી શુક્રવારે તે સ્થળની નજીક પહોંચ્યા જ્યાં બાળક ફસાયું છે તો મશીન દ્વારા ખોદકામ અટકાવી દેવાઇ અને જેથી આ વાતને ખોદકામ કરવામાં આવ્યું જેથીઆ વાતને સુનિશ્ચિત કરવામાં આવી શકે કે માટી બાળક પર પડે નહી. 
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ બચાવ અને રાહત દળે બાળકોનાં જીવનને સુરક્ષીત રાખવા માટે ઓક્સીજન પહોંચાડવાની પણ વ્યવસ્થા કરી હતી. બીજી તરફ આ સમગ્ર અભિયાન દરમિયાન બાળક પર નજર રાખવા માટે એક નાઇટ વિઝન કેમેરો પણ લગાવવામાં આવ્યો હતો. જેનાથી તે જાણી શકાય કે બાળક રાત્રે સુઇ શક્યો હતો કે કેમ.