ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં સવાર સવારમાં ભીષણ અકસ્માત થયો છે. લખન- આગ્રા એક્સપ્રેસ વે પર ટેન્કર અને ડબલ ડેકર બસની જોરદાર ટક્કર થઈ અને ત્યારબાદ બસ અનેકવાર પલટી ખાઈ ગઈ. આ અકસ્માતમાં 18 મુસાફરોના મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ ડબલ ડેકર બસ બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહી હતી. જ્યારે સવારે લગભગ 4.30 વાગે ઉન્નાવના બેહટા મુજાવર પોલીસ મથક હદમાં ગઢા ગામ નજીક પહોંચી તો ત્યારે જ પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા દૂધ ભરેલા ટેન્કરે ઓવરટેક કરી અને આ દરમિયાન બસ સાથે ટેન્કર  અથડાયું. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ડબલ ડેકર બસ અનેકવાર પલટી ખાઈને ફૂરચા ઉડી ગયા હતા.  આ ઘટનાની સૂચના મળતા જ ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. 



આ અકસ્માતની સૂચના રાહગીરોએ પોલીસને આપી હતી. સૂચના મળતા જ બાંગરમઉના પોલીસ ઈન્સ્પેક્ટર ભારે પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. તેમણે ઘાયલોને સારવાર માટે સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર બાંગરમઉ પહોંચાડ્યા. અહીં ડોક્ટરોએ 18 લોકોને મૃત જાહેર કર્યા. ડોક્ટરોએ ગંભીર રીતે ઘાયલ મુસાફરોને લખનઉના ટ્રોમા સેન્ટર પર રેફર કર્યા છે. મૃતકોમાં 14 પુરુષ, 3 મહિલાઓ અને એક બાળક સામેલ છે.