નવી દિલ્હી : અમરનાથ યાત્રા દરમિયાન આતંકવાદી હૂમલો કરવા માટે લશ્કર એ તોયબાનાં આશરે 18 આતંકવાદીઓએ પાકિસ્તાન અધિકૃત કાશમીર (PoK)નાં રસ્તે ઘૂસણખોરી કરી છે. જમ્મુ કાશ્મીરમાં સક્રિય ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષાદળોને એલર્ટ મોકલીને જણાવ્યું કે, ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓ કંગન નામનાં સ્થળ પર કોઇ મોટો આતંકવાદી હૂમલો કરવાની ફિરાકમાં છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા આ એલર્ટ બાદ સુરક્ષાદળોએ જમ્મુ અને કાશ્મીરનાં અલગ અળગ વિસ્તારમાં આતંકવાદીઓની શોધખોળ અભિયાન ચાલુ કરી દીધું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરક્ષાદળોની સંખ્યામાં વધારો કરતા સંભવિત વિસ્તારમાં એલર્ટ આપી દેવાયું છે. સુરક્ષાદળોનો પ્રયાસ છે કે જંગલ યાત્રા માર્ગ વચ્ચે જવાનોની એક દિવાલ ઉભી કરવામાં આવે. જેનાં કારણે કોઇ પણ પ્રકારે આતંકવાદી યાત્રાઓ માર્ગ સુધી પહોંચવામાં સફળ ન થઇ શકે. સુત્રો અનુસાર કાશ્મીરમાં થનાર અમરનાથ યાત્રાની પહેલા ગુપ્તચર એજન્સીઓએ ગૃહ મંત્રાલયને મોકલેલા પોતાનાં રિપોર્ટમાં કહ્યું કે, કાશ્મીરમાં આશેર ડોઢ ડઝન લશ્કરનાં આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી છે. આ આતંકવાદીઓનાં કોલ ઇન્ટરસેપ્ટ કરવાથી જાણ થઇ કે આતંકવાદીઓ અમરનાથ યાત્રાનાં રસ્તામાં કંગન નામના સ્થળ પર આતંકવાદી હૂમલો કરવા માટેનું કાવત્રું રચી રહ્યા છે. આ આતંકવાદીઓએ 10 જૂને પીઓકેનાં માર્ગે ઘૂસ્યા હતા. આ ગ્રુપમાં 6 લશ્કર એ તોયબાનાં આતંકવાદીઓ હોઇ શકે છે. 

ગૃહમંત્રાલય દ્વારા અપાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, PoKનાં KeL લોન્ચ પેડથી લશ્કરનાં આતંકવાદીઓને પાકિસ્તાન ગુપ્તચર એજન્સી ISIએ ઘુસણખોરી કરાવી છે. અમરનાથ યાત્રા પર થનારા આતંકવાદી હૂમલાના ખતરાને જોતા કેન્દ્ર સરકારે પહેલીવાર એનએસજી કમાન્ડોને પણ ફરજંદ કર્યા છે. એનએસજીનું સ્પેશ્યલ એક્શન ગ્રુપ, એન્ટી હાઇજેકિંગ અને એન્ટી ટેરર ટીમને કોઇ પણ પ્રકારની પરિસ્થિતીને પહોંચી વળવા માટે ફરજંદ કરાયું છે.