બેંગલુરુની ગુફામાંથી મળ્યા 188 વર્ષના બાબા, Fact Check માં સામે આવી વાયરલ વીડિયોની હકીકત
188 years old saint video viral : સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 188 વર્ષના બાબાને બેંગલુરુ પાસેની ગુફામાંથી બચાવી લેવામાં આવ્યા છે. ચાલો જાણીએ શું છે આ વાયરલ વીડિયોનું સત્ય?
MP Siyaram Baba Video : સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ ક્યારે વાઈરલ થઈ જશે તેની કોઈને ખબર નથી. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બેંગલુરુ પાસેની એક ગુફામાંથી 188 વર્ષના બાબાને બચાવી લેવામાં આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે લોકો એક વૃદ્ધ વ્યક્તિને ટેકો આપીને તેમને ચાલવામાં મદદ કરી રહ્યા છે. આ વૃદ્ધ વ્યક્તિ સફેદ દાઢીમાં ઢંકાયેલા છે અને તેઓ નમીને ચાલી રહ્યાં છે. તેમના હાથમાં એક લાકડી પણ છે જેનાથી તે પોતાનું સંતુલન જાળવી રાખે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X 'Concerned Citizen' હેન્ડલથી શેર કરવામાં આવ્યો હતો. આ પોસ્ટ મૂકાતા જ વાયરલ થઈ ગઈ હતી. તેને 30 મિલિયન (3 કરોડ) થી વધુ વખત જોવામાં આવી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે આ ભારતીય વ્યક્તિ હમણાં જ એક ગુફામાંથી મળી આવ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની ઉંમર 188 વર્ષ છે. ઈનક્રેડિબલ!
હવામાન વિભાગ, પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની નવરાત્રિમાં વરસાદ અંગે મોટી આગાહી