VIDEO: નરસિંહ રાવે ગુજરાલની સલાહ માની હોત તો 1984ના રમખાણો રોકી શકાયા હોત: મનમોહન સિંહ
પૂર્વ વડાપ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું કે 1984માં તત્કાલીન ગૃહ મંત્રી નરસિંહ રાવે જો ઇંદ્વ કુમાર ગુજરાલની સલાહ પર ધ્યાન આપ્યું હોત તો શીખ વિરોધી રમખાણો રોકી શકાયા હોત. બુધવારે પૂર્વ વડાપ્રધાન ઇંદ્વ કુમાર ગુજરાલને યાદ કરતાં તેમના 100મા જન્મદિવસ પર મનમોહન સિંહે કહ્યું કે ``1984માં જેવી ઘટનાઓ શરૂ થઇ.
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું કે 1984માં તત્કાલીન ગૃહ મંત્રી નરસિંહ રાવે જો ઇંદ્વ કુમાર ગુજરાલની સલાહ પર ધ્યાન આપ્યું હોત તો શીખ વિરોધી રમખાણો રોકી શકાયા હોત. બુધવારે પૂર્વ વડાપ્રધાન ઇંદ્વ કુમાર ગુજરાલને યાદ કરતાં તેમના 100મા જન્મદિવસ પર મનમોહન સિંહે કહ્યું કે ''1984માં જેવી ઘટનાઓ શરૂ થઇ, તે દિવસે સાંજે ગુજરાલ કેન્દ્રીય ગૃહ મંત્રી નરસિંહ રાવને મળવા ગયા અને તેમને કહ્યું કે પરિસ્થિતિ એટલી ભયાનક છે કે સરકારને જલદીથી જલદી સેનાને બોલાવી લેવી જોઇએ. જો તે સલાહ પર ધ્યાન આપ્યું હોય તો મોટાપાયે હિંસા અને રમખાણો થયા ન હોત.
મનમોહન સિંહે આ યાદોને પણ શેર કરી કે કેવી રીતે ઇમજન્સી બાદના સમયમાં તેમના પરસ્પરના સંબંધોમાં પ્રગાઢતા વધી. મનમોહન સિંહે કહ્યું કે તે સૂચના અને પ્રસારણ મંત્રી હતા અને ઇમરજન્સી દરમિયાન તેમના મેનેજમેન્ટ સાથે જોડાયેલી કેટલીક નિતીઓથી અસહજ હતા જોકે તેમને યોજના આયોગમાં મંત્રી બનાવીને મોકલી દેવામાં આવ્યા. તે સમયે હું નાણામંત્રાલયમાં આર્થિક સલાહકાર હતો.. ત્યારબાદ અમારા સંબંધ વિકસિત થયા.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube